________________
४२५
આજકાલનાં જુવાનિયાં ! દોડી આવી છું? તમારા લોકો તો મને ગબરી જ ગણતા હશે. પણ વાહ, હું જ બધું બોલ્યા કરું છું. તમે તો કાંઈ બોલતા જ નથી ! અમે હજુ રૂ દ લ હોમ આર્મમાં જ રહીએ છીએ. પણ તેઓ કહેતા હતા કે, તમારા ખભામાં તે આખી મૂઠી પેસી જાય તેવું બાકું પડી ગયું હતું, ખરું? અને કહે છે કે, તમારા માંસને દાક્તર કાતરથી કાતરતા હતા, બાપ રે! મારું તો માથું જ ભમી જાય છે. તમારા દાદા બહુ ભલા માણસ લાગે છે. પણ જુએ, તમારે આમ હાલવાનું નથી. શાંતિથી પડી રહે, નહિ તે દુખાશે. પણ હું અત્યારે કેટલી ખુશી થઈ છું, એ કોણ જાણે છે? પણ હું કેવી મૂરખ છું? મારે તમને કશીક વાત કરવી હતી; પણ બધું જ ભૂલી ગઈ છું! હે, તમે ખરેખર હજુ મને ચાહો છે? પણ અમારા આ ઘરને પેલા ઘર જેવો બગીચો નથી! જુઓ, તમારે માટે પાટાને લીન્ટ રેજ તૈયાર કરી કરીને મારી આંગળીઓ કેવી થઈ ગઈ છે? પણ એ તમારો જ વાંક છે વળી ”
મારી ભલી દેવી !” મેરિયસ ગણગણ્યો.
પણ એટલામાં બધાની નજર તેમના તરફ જ કેન્દ્રિત થઈ છે એવું લાગતાં તે લોકો બોલતાં ચૂપ થઈ ગયાં. એટલે દાદા જીલેર્મન્ડ બધા તરફ ફરી જોરથી બોલી ઊઠયા, “અરે તમે લોકો મોટેથી વાતો કેમ કરતા નથી? જરા ધાંધલ જેવું કર્યા કરો, જેથી આ છે કરી તેમની કાલી કાલી વાતે નિરાંતે કરી શકે !”
અને પછી પોતે જ કૉસેટ અને મેચિસ પાસે જઈને ધીમેથી બોલ્યા, અરે, તમે તમારે ખૂબ વાત કર્યા કરે ! ખૂબ પ્રેમ કરો ! આ તે બધાં જાનવર છે!”
જલેનેર્મન્ડ ફોઈ આ બે પ્રેમભર્યાં હૃદયોના મિલનનું દૃશ્ય અતૃપ્ત આંખોએ જોવા લાગ્યાં. એ નજર અદેખાઈની કે ઠપકાની ન હતી, પરંતુ સત્તાવન વર્ષની મુગ્ધા છોકરીની નિર્દોષ હર્ષ - નીતરતી નજર હતી.
દાદા જીલેનોર્મન્ડ ડેસીમાં થયેલો એ ફેરફાર જોઈ સંતોષ પામ્યા અને કૉસેટ તરફ ફરીને મોટેથી બોલ્યા, “અહા ! કેવી રૂપસુંદરી છો ! બેટમજી મેરિયસબાબા, તમે એકલા જ એને બોટી લેવાના ખરું? પણ યાદ રાખજો કે, હું પંદરેક વર્ષ જ નાનો હોત, તો એને જીતવા માટે તમારે મારી સાથે તરવાર વડે ઢંકયુદ્ધ ખેલવું પડતું !”
પણ હું ભાઈ ? " શું છે બાપુ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org