________________
લે મિઝરા કૉસેટની પાછળ જ સફેદ વાળવાળો એક સદ્ગૃહસ્થ આવ્યું હતું. તે જરા ગંભીર હતો, પરંતુ તેના મોં ઉપર સ્મિત વિલસી રહ્યું હતું. એ મોર ફેશલોં હતા; અર્થાત આપણે ઓળખીએ છીએ તે જીન વાલજીન
દરવાને હજૂરિયાના કાનમાં ગુસપુસ કરીને કહ્યું, “સાહેબને પિશાક
સુંદર છે.”
એ બાપડો દરવાન, તે દિવસે મેરિયસનું લગભગ શબ લઈને આવેલા, ગટરના કાદવ અને પાણીમાં ખરડાયેલા, તથા મેરિયસના જ લોહીથી રંગાયેલા એ જ ડોસા હતા એવું ક્યાંથી કલ્પનામાં પણ લાવી શકે?
મૉશ્યોર ફોશલ એ ઓરડામાં દાખલ થયા બાદ બારણા પાસે જરા દૂર પોતાનું સ્થાન લીધું. તેમની બગલ નીચે એક પૅકેટ હતું, જે એક મોટા પુસ્તક જેવું દેખાતું હતું.
“આ સગૃહસ્થ બગલમાં હંમેશાં આમ મોટાં પુસ્તક જ રાખીને ફરે છે કે શું?” જીલેનર્મન્ડ બાનુએ ટીકા કરી.
' ડોસા જીલેનોર્મન્ડ એ ટીકા સાંભળી ગયા. તેમણે કહ્યું. “વાહ, એ કોઈ અભ્યાસી વ્યક્તિ હશે. મારા મિત્ર બુલાર્ડ પણ કોઈ દિવસ હાથમાં ચોપડી વિના ઘર બહાર નહોતા નીકળતા.”
પછી ડોસાએ નીચા નમીને મોટે આવાજે કહ્યું, “મહાશય ટ્રાન્થલ્વે, હું મારા પત્ર મોર બૅન મેરિયસ પિન્ટમર્સી માટે આપની સુકુમારીના હાથની માગણી કરું છું ”
મોર ફેશલ જવાબમાં તેટલા જ નીચા નમ્યા.
“બસ, મારું સ્વીકારાઈ ગયું.” દાદાએ જાહેર કર્યું. અને પછી મેરિયસ અને કૉસેટ તરફ બે હાથ ઊંચા કરી, આશીર્વાદ આપવાની ઢબે કહ્યું, “બસ હવે ખૂબ પ્રેમ કરવા માંડે !”
અને એ બે જણ પણ બીજી વાર એ પરવાનગીની રાહ જોવા ન રહ્યાં. એમનું અરસપરસનું ફૂજન શરૂ થઈ ગયું. “ભલા ભગવાન ! હું તમને ફરી જોવા પામી, ખરું? તમે જ છો ને ? વાહ, આમ તે કતલ થઈ જવા કોઈ લડાઈમાં દોડી જતું હશે ? ચાર ચાર મહિના મારી શી વલે થઈ છે? હું તમને માફી આપું છું, પણ ફરી એવું કદી ન કરવાની શરતે જ ! અત્યારે જ આ લોકો અમને તેડવા આવ્યા, ત્યારે જાણે હું મરવા જ પડે છેઉં એમ મને લાગ્યું. પણ એ તે આનંદના માર્યા વળી ! પણ હું કેવાં કપડાં પહેરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org