________________
૪૨૭
આજકાલનાં જુવાનિયાં! એકવાની તક મળશે! પણ બેટા, તું મારા આંધળાનું રતન છે, એ તને ક્યાં ખબર છે? તારે કૉસેટ જ જોઈએ છે ને? તો લે લેતી પરવાર. બેટા, તું તારી પ્રિયતમાને મેળવ, જેથી મને મારો લાડકે મેરિયસ મળે !”
આટલું બોલતાંમાં તે ડોસા ડૂસકે ડૂસકે રોઈ પડયા. તેમણે મેરિયસનું માથું પોતાના હાથમાં લીધું અને પોતાની દૂબળી છાતી ઉપર દાળ્યું. તેની સાથે જ મેરિયસ પણ છૂટે એ રડી પડયો. “બાપુ!” તે એટલું જ બોલી શકયો. “હે, તો તું મને ચાહે છે, ખરેખર બેટા ?”
બંનેનાં ગળાં રૂંધાઈ ગયાં હતાં. કોઈ હવે આગળ બેલી શકે તેમ નહેતું. પણ એમનાં રેલે વહેતાં આંસુ જ બધા જવાબો આપી રહ્યાં હતાં.
થોડી વાર પછી મેરિયસે દાદાના હાથમાંથી છૂટા થયા બાદ કહ્યું, પણ બાપુ, હવે હું સાજો થયો છું, એટલે તે મને મળવા આવી ન શકે?”
“પહેલેથી જ જાણી લીધું છે. હું તેને કાલે જ મળી શકીશ.” “બાપુ?” “શું છે, બેટા?” “આજે કેમ નહિ?”
“ઠીક, તેં મને ત્રણ વખત એકી સાથે “બાપુ’ કહીને સંબોધ્યો છે; તેથી તેને આજે જ તારા ભેગી કરવામાં આવશે.”
૧૦૨
આજકાલનાં જુવાનિયાં ! કોસેટ અને મેરિયસની મુલાકાતનું વર્ણન કરવાને અમે પ્રયત્ન કરવાના નથી. કેટલીક વસ્તુઓને વર્ણવવાનું માથે જ ન લેવું જોઈએ. જેમ કે સૂર્યને.
કૉસેટ ઘરમાં દાખલ થઈ, ત્યારે આખું કુટુંબ–નોકરચાકર સુધ્ધાં– મેરિયસના ઓરડા આગળ ભેગું થયું હતું
કૉસેટને જોતાં જ દાદા જલેનેર્મન્ડે પિતાની જોરથી આવવા લાગેલી છીંક રૂમાલમાં નાક દબાવીને રોકી રાખી, અને કૉસેટ સામું જ જોયા કર્યું. પછી, “ અહા ! કેવી રૂપસુંદરી !” એટલું બોલી તેમણે જોરથી દબાવી રાખેલી છીંકને માર્ગ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org