________________
४२७
લે મિઝેરાહુ પરણવા ઇચછે છે, તે અમે તને તે છોકરી જ પરણાવવાના છીએ, બેટમજી! તમે તમારું કાવતરું ગઠવી રાખ્યું હતું – આપણે આ ઘરડા બબૂચક દાદાને આ વાત કરીને ભડકાવી મૂકીશું! એટલે મેં તને શીરો ખાવાની વાત કરી ત્યારે તે જવાબ આપ્યો, “મારે પરણવું છે!' તમે વકીલ સાહેબ, એટલે દાદા ના પાડે તો શી દલીલ કરવી છે, દાદાનાં શીંગડાં શી રીતે પકડીને તેમનું માથું આમળવું છે, એ બધું પણ વિચારી રાખ્યું હતું, ખરું? પણ દાદો તમારા કરતાં તો નીકળ્યો ! દાદો કહે છે, એ જ છોકરી મારે તને પરણાવવી છે! હવે દાદાની પૂંછડી શી રીતે આમળવા મળશે? બેટમજી, હું પણ ચાલાક માણસ છું. લાડકા દીકરા સાજા થઈને લાત મારવા તૈયાર થાય,
ત્યારે મારા ઘરડાં હાડકાં શી રીતે સંભ ળી લેવા, તેને વિચાર મેં કરી જ રાખ્યો છે. મેં બધી જ તપાસ કરાવી છે. તે સુંદર છે, મહેનતુ છે, પ્રેમાળ છે. જો તું સાજો ન થયો હોત, તે ત્રણ ઠાઠડીઓ સાથે નીકળવાની હતી ! તેની ઠાઠડી પણ મારી ઠાઠડીની પાછળ પાછળ જ આવી હોત નું જરા સાજો થયો, એટલે મારો વિચાર તો તેને મારી જાતે ઉપાડી લાવીને તારી પથારી ઉપર બેસાડી દેવાને ક્યારનો થઈ ગયો હતો. પણ તારા બાપની બહેન છીકો ખાઈને મરી જાત. તારું શરીર તારા ઘાની સારવારને કારણે રાત-દહાડો બેતૃતીયાંશ સમય ખુલ્લું જ રાખવું પડતું. બેટમજી, તમે ધાવણા હશો ત્યારે જેવા હશો તેવા દિગંબર દશામાં જ તમને રાખવા પડતા. એ સ્થિતિમાં સદગૃહસ્થોની કુંવારી છોકરી તમારી પાસે શી રીતે આવે વારુ? અને દાક્તર પણ શાના પરવાનગી આપે? લેહી અને હાડકાં દેખીને નાજુક સ્ત્રીઓ બેભાન થઈ જાય એની તને ખબર છે, બેટા ખવીસ? જુવાન છોકરી સામે રજૂ થવા માટે બંદૂક અને તરવારના ઘા કરતાં ફૂલ-અત્તર અને રેશમ જોઈએ, સમજ્યા? પણ હવે એ વાત શા માટે કરવી? હવે મારી જ મરજી છે કે, તારે એ છોકરીને પરણવું જ પડશે, સમજ્યો? હવે તું કહે કે મારે બ્રહ્મચારી રહેવું છે, તેપણ તારો આ દાદો તને એક ઘડી કુંવારો રાખવા માગતો નથી. હું બધું સમજું છું, બેટમજી. હું મારી સગી આંખે જોતો હતો કે, તું મને જરા પણ ચાહતો નથી. હું વિચાર જ કર્યા કરતો હતો કે આ જાનવર મને ચાહે તે માટે મારે શો ઉપાય કરવો? મને તરત સમજાઈ ગયું કે, આપણા હાથમાં કૉસેટ છે, હવે બેટમજી કયાં જશે? આપણે કૉસેટ તેના હાથમાં મૂકીશું, એટલે બેટમજીને દાદા ઉપર ખુસ થવું જ પડશે! તે તો માન્યું હતું કે દાદા કૉસેટનું નામ સાંભળીને જ બૂમબરાડા પાડી “ના', નહિ બને” એમ જ કહેશે, અને તમને પણ દાદા ઉપર બધું ઝેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org