________________
૧૫૨
લે સિઝેરાલ એક ખાસ ખૂણામાં, એક ખાસ કલાકે, સાધ્વીઓનાં શબ દાટવાની પરવાનગી મળ્યાથી તેઓને કાંઈક આશ્વાસન લેવા જેવું થયું ખરું.
આ વાર્તા જે સમયને સ્પર્શે છે, તે અરસામાં આ મઠની સાથે કન્યાઓની એક છાત્ર-શાળા પણ જોડેલી હતી.
ઊંચાં ખાનદાનની તાલેવંત છોકરીએ આ શાળામાં જ દાખલ થતી. પછીના સમયમાં જાણીતી થયેલી કેટલીય અમીરજાદી અને ઉમરાવબાનુઓનાં નામ એ શાળાની વિદ્યાર્થિનીઓની યાદીમાં જોવા મળે. છોકરીઓને નવા
અધોગામી’ જમાનાથી દૂર અને અસ્પષ્ટપણે ઉછેરવાની કેટલાંક માબાપને ખાસ ઇરછા રહેતી. પર્વના કેટલાક ખાસ દિવસોએ આ વિદ્યાર્થિનીઓને ખાસ મહેરબાની અને પરમ આનંદની વાત તરીકે સાધ્વીઓનો પોશાક પહેરવાની તથા એક આખો દિવસ સાધ્વીના બધા આચારનું અનુષ્ઠાન કરવાની પરવાનગી મળતી.
છાત્રાલયને જમવાનો એરડો પણ ઘણી વાનીઓ કે રગોથી પરિચિત ન હતો. ધોળી તે અને કાળાં ટેબલ – આ બે શોકદર્શક રંગો વડે જ આવા મઠમાં કંઈક નજરફેર થતો હોય છે. ભોજન સાદું હતું તેમ જ બાળકો માટેનું તેનું પ્રમાણ પણ ઓછું રહેતું. બાળકે તેમની સપ્તાહ માટેની ‘મા’ની દેખરેખ હેઠળ ભોજન લેતાં અને જીભને બોલવાની અને ચાખવાની – એમ બને રીતે પકડી રાખતાં. કોઈ બાળક એ ઘેર શાંતિનો ભંગ કરે, તે તેને ભોંયતળની ફરસબંધી ઉપર પિતાની જીભ વડે એક મોટો ફૂસ ચીતરવાની સજા થતી.
મનના કઠોર આચારને પરિણામે આખા મઠમાં વાણી માનવપ્રાણીઓમાંથી ખસીને જડ વસ્તુઓમાં જ કેન્દ્રિત થઈ રહી હતી કોઈ વાર દેવળને દાંટ બોલે, તે બીજી વાર માળીનો ઘૂઘરો; અને દરવાજા પાસેની દરવાનબાઈનો મોટો ઘંટ તો આખા મઠમાં સંભળાય. એ દાંટ જ જુદે જુદે સમયે કરવાના કામ જુદી જુદી સંખ્યાના ટકોરાથી સૌને કહ્યા કરતો.
જીન વાલજીન, આ મઠમાં, ફેશલના માનવા પ્રમાણે, આકાશમાંથી ટપકી પડ્યો હતો. કૉસેટને ઊંઘાડયા બાદ જીન વાલજીન તથા ફેશલવેએ પિતાનું વાળુ. પતાવી દીધું અને પછી જે એક પથારી ત્યાં હતી, તે તે કૉસેટ માટે રોકાઈ જવાથી, બંને જણા પરાળ બિછાવીને આડા પડયા. આંખ બંધ કરતા પહેલાં જીન વાલજીન બેલ્યો કે, “હવેથી મારે અહીં જ રહેવાનું છે,” અને તેને પડઘો ફોશલના મગજમાં આખી રાત પડયા કર્યો. વસ્તુતાએ બેમાંથી કોઈ જ ઊંધું નહોતું. જાવટેં જીન વાલજીનને ઓળખી કાઢયો હતો, અને હવે તેનો પીછો પકડયો હતો, એટલે જીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org