________________
પીને મઠ
૧૫૧ માંદી પડી જતી કે ગાંડી બની જતી, એટલે એ નિયમ અઅર્ધ હળવો કરી નાખવામાં આવ્યો હતો. જોકે હજુ પણ ૧૪મી સપ્ટેબરે પહેલે દિવસે
જ્યારે એ કપડાં પહેરવાનાં થાય છે, ત્યારે મોટા ભાગની સાધ્વીઓ ત્રણ ચાર દિવસ બીમાર પડી જાય છે. આજ્ઞાપાલન, ગરીબાઈ, બ્રહ્મચર્ય, અને કઠોર સાધના એ એમનો જીવનમાર્ગ છે.
- સાધ્વીઓની વડી અધ્યક્ષ-માતા ત્રણ વર્ષ માટે ચૂંટાય છે; અને તેને બીજી બે વાર એ પ્રમાણે ચૂંટી શકાય છે. અર્થાત નવ વર્ષથી વધુ તે અધ્યક્ષ-માતા ન રહી શકે. પુરોહિત – પાદરીનું મોં પણ સાધ્વી જોતી નથી. વિધિ વગેરે પ્રસંગે દેવળમાં જ્યારે પાદરીને બહારથી અંદર દાખલ કરવામાં આવે છે, ત્યારે પણ તે માટે ભારે કડક વ્યવસ્થા અને નિયમો વિચારી રાખેલા હોય છે. મઠમાં પોતામાં તો માત્ર આચબિશપને જ દાખલ થવાની પરવાનગી હોય છે; અલબત્ત એક માળી કાયમ અંદર રહે છે, પણ તે બુઢો જ હોય છે, અને તેની પણ દૂરથી સાધ્વીઓને જાણ થાય તે માટે તેને ઢીંચણે ઘૂઘરો બાંધવામાં આવે છે.
- સાધ્વીઓ પોતાની અધ્યક્ષ-માતાના હુકમોનું સંપૂર્ણ પાલન કરવા બંધાયેલી છે, અને એ વસ્તુ તેમના વ્રત-તપને એક ભાગ જ ગણાય છે. તે બધીને વારાફરતી “પ્રાયશ્ચિત્ત” નામને વિધિ કરવો પડે છે. જગત ઉપર થતાં પાપ, દોષ, અધર્મ, અને ગુનાઓને બદલો ઈવર સમક્ષ માનવજાત તરફથી વાળવા માટેનો એ કડક વિધિ હોય છે. સમીસાંજથી માંડી બીજી સવારના ચાર વાગ્યા સુધી પૂરા બાર કલાક એ વિધિ કરનાર સાધ્વી વેદી સમક્ષ એક શિલા ઉપર ઘૂંટણિયે પડી, ગળામાં એક દોરડું બાંધીને બેસી રહે છે. જયારે અંગે અકડાવાથી વધુ બેસી રહેવું અશકય થઈ જાય, ત્યારે તે પિતાના હાથને કૂસના આકારમાં રાખી, માં જમીન સરસું દાબી, લાંબી સૂઈ શકે ખરી. આ જાતના આસનમાં તે આખા જગતના દોષે ધોવા પ્રાર્થના કર્યા કરે છે. ઉપરથી વીજળી પડે તો પણ તેનાથી આંખ ઊંચી કરાય નહિ કે ઊભા થઈ જવાય નહિ.
મય બાદ પણ વેદી નીચે આવેલા એક ઊંડા ભોંયરામાં મઠની સાધ્વીઓનો શબ ઉતારવામાં આવતાં. જે જગાએ તેમણે પોતાનું સઘળું જીવન ઘસી નાખ્યું હોય, તે જગાએ જ નીચે મરણ બાદ તેમનું શરીર રહે, એવી ભાવના તેમાં હતી. પરંતુ સરકારે એ વાતમાં વાંધો કાઢીને તેની બંધી કરી. એથી સાધ્વીઓને કારમો આઘાત લાગ્યો ખરે; પરંતુ પહેલાં આ મઠની માલિકીની જ પણ દૂર આવેલી જમીન ઉપરના કબ્રસ્તાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org