________________
ફેસી. માતાની અંતિમ ઈચ્છા "તે એ વાત નક્કી ?” “હા, માતાજી.” “અમે તમારા ઉપર ભરોસે રાખીએ?”
હું આપને હુકમ માથે ચડાવીશ જ.”
“ તમે કૉફિનને ખીલા ઠોકી લેશો, એટલે બહેને તેને મંદિરમાં લઈ જશે. પછી બીજો વિધિ પૂરો થતાં અમે બધાં મઠમાં ચાલ્યાં જઈશું. ત્યાર બાદ રાતના અગિયાર અને બારની વચ્ચે તમે કોશ લઈને આવજો અને પછીનું બધું પૂરેપૂરી ગુપ્તતાથી પતવી દેવાશે. પ્રાર્થના કરનારી ચાર બહેને, એસે, માતા, તથા તમે એટલા જણ જ ત્યાં હાજર હશે.”
“ભલે, હું આપના હુકમ મુજબ બધું કરીશ; કોફિન નીચે ઉતાર્યા બાદ પથરે પણ પાછો બરાબર ગોઠવી દઈશ. એટલું જ ને?”
“ના.”
પછી શું?” “પેલું સરકારી કૉફિન !” એ એક મુશ્કેલી ખરી. બંને જણ વિચારમાં પડી ગયાં. ફે ડોસા, એ બીજા કૉફિનનું શું થાય?” તેને તે કબ્રસ્તાનમાં લઈ જઈ દાટવું જ જોઈએ.” “હા, પણ કૉકિન ઊંચકનારા તે ખાલી છે એમ જાણી જાય તે?”
“હું તેમાં માટી ભારી કાઢીશ; એટલે ઊંચકનારાઓને તે ખાલી નહિ લાગે.”
“ખરી વાત માણસનું શરીર પણ માટી જ છે. તે ખાલી કૉફિન કબ્રસ્તાનમાં જાય અને દટાય ત્યાં સુધીનું બધું તમારે બરાબર પતાવવાનું.”
“હા જી, એ મારે માથે.”
અધ્યક્ષ-માતાનું મેં હવે કઈક પ્રસન્ન થયું. તેમણે થોડી વાર બાદ ફોશલને ચાલ્યા જવાની નિશાની કરી. તે ચાલવા લાગ્યો, એટલે અધ્યક્ષ માતાએ પોતાને સૂર જરા ઊંચે કરીને કહ્યું --
“ફે ડોસા, મને તમારી વર્તણૂકથી સંતોષ થયો છે. કાલે દફનક્રિયા પૂરી થયા બાદ તમે તમારા ભાઈને મારી પાસે લાવજો, અને તે તેની દીકરીને પણ સાથે લાવે એમ કહેજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org