________________
७४
બચવાને માગે ! ફેશલ પિતાની ઝુંપડીએ પાછો આવ્યો ત્યારે જીન વાલજીન કૉસેટને સમજાવતા હતા કે, “થેનારડિયર બાનુ ફરી કદી આપણને શોધી ન કાઢે તે માટે આપણે આ મઠમાં જ કાયમ રહેવાનું છે, પરંતુ તે માટે એક વખત આપણે છાનામાના બહાર જવું પડે તેમ છે. આ ફેશલર્વે કાકા ને પીઠ ઉપરના થેલામાં ઊંચકીને બહાર લઈ જશે, અને એક બુઠ્ઠી કાકીને ત્યાં રાખશે. તું થેલામાં જરા પણ હાલીશ નહિ કે અવાજ કરીશ નહિ; પછી હું તરત તને અહીં પાછી લઈ આવીશ.”
કૉસેટે ગંભીરતાથી ડોકું હલાવ્યું. પછી ફોશલના આવવાને અવાજ સાંભળી, જીન વાલજીને તેના સામું ફરીને પૂછયું –
કેમ શું થયું?”
બધું એવું બરાબર ગોઠવાયું છે કે ન પૂછો વાત. તમને આ બચી સાથે મઠમાં લાવવાની પરવાનગી પણ મને મળી ચૂકી છે. પણ અંદર આવવા માટે તમારે બહાર તો હોવું જોઈએ ને ! આ બચીની વાતની તો કશી મુશ્કેલી નથી.”
તમે તેને ઊંચકી જશોને?” તે બરાબર ચૂપ રહેશે?”
એની જવાબદારી મારે માથે.” “ તે પછી તમારું શું, મેડલીન બાપુ?” ઈંતેજારીભરી ચુપકીદી બાદ ફેશલ બોલ્યો :
તમે અંદર આવ્યા એ રસ્તે એક વાર બહાર ન જઈ શકે?” “અશક્ય.”
ફેશલ હવે જીન વાલજીનને કહેતા હોવાને બદલે પોતાની જાતને કહેતા હોય એમ બબડવા લાગ્યો –
અને બીજી પીડા પણ છે. મેં કહ્યું કે હું અંદર માટી ભરીશ. પણ હવે વિચાર કરતાં મને લાગે છે કે, શરીરને બદલે માટી ભરવાથી કામ ન ચાલે. કારણ કે, માટી એક બાજુથી બીજી બાજુ સરક્યા કરે, અને ઊંચકનારા જાણી જાય. સમજ્યા, મેડલીન બાપુ! સરકારને એ કાવતરાની ખબર પડી જ જાય.”
જીન વાવજીન કશું ન સમજાયાથી તેના માં સામું જોઈ રહ્યો. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org