________________
બચવાને ભાગે ! ફાફ ડોસાએ બધી વાત માંડીને કહેવા માંડી. સરકારના હુકમનો ભંગ કરીને સી૦ માતાની અંતિમ ઇચ્છા પાર પાડી આપવા બદલ અધ્યક્ષ-માતા તેના ભાઈને અને ભત્રીજીને મઠમાં રાખવા કબૂલ થયાં છે. પણ મેડલીન બાપુ બહાર જ ન હોય, તે પછી તેમને અંદર લાવવા શી રીતે? એ થઈ પહેલી મુશ્કેલી અને બીજી મુશ્કેલી સરકારો ખાલી કૉફિનની પણ ખરી. .
“એમાં કશુંક મી દેને?” . મરેલું માણસ? મારી પાસે એવી કોઈ વસ્તુ નથી!” તે પછી, જીવનું માણસ !” કોને ?” “મને, વળી!” ફોશલ ઊછળીને ઊભા થઈ ગયે. “તમને ?” “શા માટે નહિ? મારે અહીંથી બહાર તે જવું જ જોઈએને?” અલબત્ત !”
સતે એ કૉફિનના ઓરડામાં છાનામાના મને લઈ જવાય એવું છે કે નહિ?”
એમાં મને સુવાડવા પછી કૉફિનનું ઢાંકણ ખીલા વડે બંધ થઈ શકે કે નહિ?”
થઈ શકે, પણ કાલે બપોરે ત્રણ વાગ્યે એ કૉફિન ઉપાડનારા આવે અને છેક રાત પડયે એ કૉફિન કબ્રસ્તાનમાં પહોંચે, ત્યાં સુધી તમે શ્વાસ લીધા વિના જીવતા રહો શી રીતે ?”
“ના ભાગ આગળ પાટિયામાં ડાં કાણાં પાડી રાખવાં; અને પાટિયું જડતી વખતે જરા ઊંચું રહેવા દેવું.”
પણ તમને ખાંસી આવે કે છીંક આવે છે?
નાસી છૂટવા માગતા માણસને એવું કશું ન થાય.” પછી છન વાલજીને આગળ ઉમેર્યું –
ફેશલ દેસા, આપણે કંઈક કરવું જ પડશે. અહીં પકડાઈને મરવું એના કરતાં કૉફિનમાં બહાર જવું શું ખોટું?”
હા, એ સિવાય બીજો કશો રસ્તો પણ દેખાતો નથી.”
મને ચિંતા એક જ વાતની છે; કબ્રસ્તાનમાં પહોંચ્યા પછીનું શું?” જે મિત્ર - ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org