________________
લે શિરાઓ “એ વાતની મને જરા પણ ચિંતા નથી. ઘોરખોદિયો સો મારો દોસ્ત છે, અને પાકો ગરાડી છે. હું તેને કહીશ: ‘ પીઠું બંધ થાય તે પહેલાં ચાલ જરા ગળું ભીંજવી આવીએ.’ એ જરૂર પીઠામાં આવશે જ. હું તેને દારૂથી તરબોળ કરી દઈને હૂણર્ક બનાવી દઈશ; અને પછી એકાદ ટેબલ નીચે સરકાવી દઈશ. ત્યાર બાદ તેના ખીસામાંથી કબ્રસ્તાનને પરવાને કાઢી લઈ એક્લો કબ્રસ્તાનમાં આવી પહોંચીશ. મારી પાસે તો મારો પરવાને હશે જ. પછી, એ પરવાનાઓથી આપણે બે જણ ચપટીમાં કબ્રસ્તાનની બહાર નીકળી જઈશું.”
જન વાલજીને પિતાને હાથ લાંબો કર્યો, ફોશલ દેસાએ ભક્તિભાવથી ગદગદ થઈ, તે હાથ પોતાના હાથમાં લીધો અને દબાવ્યો.
બીજે દિવસે સૂરજ આથમવા આવ્યો તે અરસામાં કબ્રસ્તાનને માર્ગે એક કૉફિન-ગાડી ધીમે ધીમે આગળ વધતી હતી. રસ્તે જનારાઓ તેને ટોપ ઉતારી સલામ કરતા હતા. પાછળની ગાડીમાં પાદરી બેઠેલો હતો અને બાકીના સરઘસની પાછળ છેવટે એક માણસ ખેડંગ ચાલતો હતો.
સરઘસ વોંગી, -ના કબ્રસ્તાન તરફ આગળ વધ્યું. અગાઉ જણાવ્યા પ્રમાણે પીના મઠની સાધ્વીઓને માટે આ કબરતાનમાં એક જુદો ખૂણો અનામત રાખવામાં આવ્યો હતો, અને ત્યાં તેમનાં શબ રાતે દાટવાની ખાસ પરવાનગી હતી. પોલીસધારા હેઠળ પેરિસનાં બીજાં કબરતાનોની પેઠે આ કબ્રસ્તાનના દરવાજા પણ રાત પડયે બંધ જ થઈ જતા. સાધ્વીઓના શબ માટે જે ઘોરખદુએ ખાસ પરવાનગીથી અંદર રહેતા, તેમને પછી બહાર નીકળવા માટે એક જ માર્ગ રહેતે – તેમના પરવાનાને. એ પરવાના તેમને સુધરાઈ તરફથી ખાસ કાઢી આપવામાં આવતા. દરવાનની ઓરડી દરવાજાને અડીને જ હતી; તથા તેની બારીમાં ટપાલપેટીના માં જેવું બાકું હતું. જે ઘેરાદુ અંદર રહ્યો હોય તે બહાર જવાનો થાય, ત્યારે એ બાકામાંથી પિતાને પરવાને અંદર નાખે. દરવાન ટપાલ-પેટીમાં કાર્ડ પડતું સાંભળે એટલે દેરી ખેંચે અને દરવાજાની એક નાની બારી ઊઘડે. જેમાં થઈને પેલ બહાર નીકળી જાય. જો કોઈ ઘરખેદુ પાસે કાર્ડ ન હોય, તો તે પિતાનું નામ બેલે એટલે દરવાન બહાર નીકળી તેને ઓળખી જુએ, અને પછી કૂંચી વડે દરવાજે ઉઘાડી તેને બહાર જવા દે; પણ એ ઘરખેદુને પંદર ફૂાંક દંડ થાય.
સૂર્ય હજી આથમે નહોતે, અને કોહિન-ગાડી કબ્રસ્તાનના દરવાજાવાળા લત્તામાં દાખલ થઈ. પેલો ખોડંગતે માણસ બુકો ફોશલ જ હતે. સીમાતાના શબને વેદી નીચેના ભોંયરામાં ઉતારી દેવું, કોસેટને થેલામાં ઘાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org