________________
મુક્તિ અને બંધન
૨૩ આવા વિચારવમળમાં તેણે એક આખો કલાક આળોટયા કર્યું. ત્રણને ટકોરો પડતાં જ તે અચાનક બેઠો થઈ ગયો; અને વિચારમાં ને વિચારમાં જ ઊભો પણ થઈ ગયું. એમ જ સવાર સુધી પણ તે ઊભે રહ્યો હોત, પણ એટલામાં અર્ધા કલાકને ટકોરો પડ્યો; જાણે તે એમ કહેતે હોય કે, “ચાલ, કામે લાગ !” તેણે ધ્યાનપૂર્વક સાંભળ્યું, તો આખું ઘર શાંત હતું. પગમાંથી જોડા કાઢી, તે ટેરવાં ઉપર ચાલતા બારી પાસે ગયો. બહાર ધૂંધળી રાત ઘેરાઈ રહી હતી અને ચંદ્ર ઝાંખે પ્રકાશી રહ્યો હતો.
- ત્યાર પછી દંડે અને ઝોય લઈ, શ્વાસ ઘૂંટીને ધીમે પગલે તે બિશપના એરડાને બારણા ભણી ચાલ્યો. તે અધખૂલું જ હતું; બિશપે તેને વાર્યું ન હતું. એરડામાં સંપૂર્ણ શાંતિ હતી. ખૂણામાં બિશપની પથારી તરફથી તેમના ઘસઘસાટ ઊંઘવાનો ધીમો એકસરખા અવાજ આવતો હતે.
અચાનક તે થંભ્યો. ધાર્યા કરતાં જલદી તે પથારીની લગોલગ આવી ગયો હતો. તે જ વખતે અર્ધા કલાકથી ગાઢ વાદળાંમાં ઢંકાયેલો ચંદ્ર ખુલ્લો થયો અને ઊંચી બારીમાંથી આવતાં કિરણથી તેને બિશપનું શાંત ફી માં સ્પષ્ટ દેખાયું. તેમના ચહેરા ઉપર સંતોષ, શ્રદ્ધા અને કલ્યાણનું આછું તેજ છવાઈ રહ્યું હતું. અજાણપણે ભવ્ય લાગતી એ મુખાકૃતિ જીન વાલજીનનું લક્ષ ખેંચ્યા વિના ન રહી. તેણે જીવનમાં આવું દર્શન કદી કર્યું ન હતું. બિશપનું મગજ ફાડી નાખવું કે ઘૂંટણિયે પડીને એ પવિત્રાત્માના હાથની આંગળીઓ ચૂમવી – એ બેની મથામણમાં અચાનક તેણે એક હાથેથી પોતાના માથા ઉપરની ટોપી ઉતારી. પણ પછી એકદમ બિશપ તરફથી નજર હટાવી લઈ, તે હાટિયા તરફ ગયો. કૂંચી તાળામાં જ હતી. તેણે તરત હાટિયું ઉઘાડીને ચાંદીનાં વાસણવાળી ટોપલી ઉપાડી. પછી જલદીથી પોતાની પથારી પાસે આવીને તાસક ચમચો વગેરે તેણે ઝોયણામાં સેરવી દીધાં; ટોપલીને બારીમાંથી બહાર ફગાવી દીધી; પોતે બાગમાં થઈને તેની દીવાલ તરફ દોડડ્યો; વાઘની પેઠે છલંગ મારી તેને કૂદી ગયો, અને નાઠો.
બીજી સવારે બિશપ બગીચામાં ફરતા હતા, ત્યારે મેંગ્લેઇર ગાંડા જેવી દોડતી અને હાંફતી તેમની પાસે આવી.
“નામવર, ચાંદીનાં વાસણવાળી ટપલી કયાં ગઈ, આપ જાણો છો?”
“હા,” બિશપે કહ્યું. ફૂલના કયારામાંથી તે ટપલી હમણાં જ તેમના હાથમાં આવી હતી. તેમણે તે આપતાં કહ્યું, “લ, આ રહી.”
“આમાં તે કશું નથી ! ચાંદીનાં વાસણ ક્યાં ગયાં ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org