________________
૨૪
લે સિરાઇલ “ઓહો, ત્યારે તમે ટોપલીની નહિ, પણ વાસણની વાત પૂછે છે, ખરું? હું તે નથી જાણતે.”
“ભલા ભગવાન, તે જરૂર ચોરાઈ ગયાં; રાતે પેલે જે આવ્યો હતો તે...”
એક પલકારામાં તો મેંગ્લેઈર ઘરમાં દોડી ગઈ અને પાછી આવી બિશપને કહેવા લાગી : “નામવર, પેલો પથારીમાં નથી; તે વાસણ ચેરીને નાસી ગયો.” બિશપ તે વખતે ટોપલી પડવાથી ભાંગી ગયેલા એક રોપા તરફ જરા ખિન્ન નજરે જોતા હતા. મેંગ્લોઈરની નજર ભીંત તરફ જતાં જ તે પાછી ચીસ પાડી ઊઠી : “જુએ ભીંત ઉપરથી પેલું દગડું ઊખડી પડ્યું છે; તે ત્યાંથી કુદીને નાઠો છે.”
બિશપ થોડી વાર ચુપ રહ્યા; પછી પિતાની તીવ્ર નજર ઊંચી કરીને ધીમેથી મેંગ્લોઇર પ્રત્યે બોલ્યા, “પણ ખરેખર એ વાસણ આપણાં હતાં?”
મેંગ્લોઈર ચુપ થઈ ગઈ. થોડીક ચુપકીદી પછી બિશપ બોલ્યા, “મેંગ્લેઇર બાનું, એટલી ચાંદી ગરીબો પાસેથી મેં ખોટી રીતે મારા નજીવા ઉપયોગ માટે રાખી મૂકી હતી. આ માણસ પણ ગરીબ જ હતા ને?”
“ભલા ભગવાન, પણ હવે નામવર ખાશે શામાંથી ?” “શું સીસાની તાસકો નથી મળતી ?” સીસાની ગંધ આવે.”
ત્યારે લોઢાની !” “લોઢાને સ્વાદ બેસે.”
ત્યારે લાકડાની!”
પણ થોડા વખત બાદ જ્યારે ખરેખર તે પિતાના ટેબલ આગળ બેસી નાસ્ત કરતા હતા, ત્યારે તેમણે આનંદમાં આવી શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન તથા મેંગ્લોઈરને સંબોધીને કહ્યું, “રોટીના ટુકડાને દૂધમાં બળીને ખાવા માટે લાકડાની કે ચાંદીની તાસકની પણ જરૂર હોય તેમ મને લાગતું નથી!”
શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન ચૂપ રહી; પણ મેંગ્લોર બાનુ ધીમી ધીમી ઘરકતી આમથી તેમ જતી-આવતી બોલી, “આવા માણસને ઘરમાં પેસવા દે, અને બાજુમાં જ સૂવાડવો એ તે કેવી વાત છે ! ભલા ભગવાન, તે માત્ર ચેરી કરીને જ ગયે; નહિ તો ના મવરને – બાપ રે, મારાં તે રુવાંટાં ઊભાં થઈ જાય છે.”
બિશપ નાતે પૂરો કરી ટેબલ પાસેથી ઊઠતા જ હતા, તેવામાં બારણ ઉપર ટકોરા પડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org