________________
મુક્તિ અને બંધન અંદર આવો.” બિશપે કહ્યું.
બારણું ઊઘડયું અને એક વિચિત્રા તથા ઉશ્કેરાયેલું ટોળે ઉમરા પાસે દેખાયું. ત્રણ માણસે ચોથાને ગળપટા આગળથી પકડીને ઊભા હતા. તે ત્રણ સિપાઈઓ હતા; અને ચોથે જીન વાલજીન હતે. એક જમાદાર જે એ ટોળી આગેવાન હતા, તેણે બિશપ પાસે જઈ લશ્કરી સલામ ભરીને કહ્યું, “નામવર !”
આ શબ્દ સાંભળતાં જ જીન વાલજીન કે જે મુંજીની પેઠે ઊભા હત, તે ચમકેલાની પેઠે માથું ઊંચું કરીને ગણગણ્યો, “નામવર? ત્યારે તે પાદરી સાહેબ નથી?”
“મૂંગો મર, જમાદારે કહ્યું, “એઓ તે નામવર બિશપ સાહેબ છે.”
દરમ્યાન બિશપ સાહેબ તેમના ઘરડા પગથી કરી શકાય તેટલી ઉતાવળ કરીને આગળ આવ્યા હતા.
વાહ 'ભાઈ !” તેમણે જીન વાલજીન તરફ નજર કરીને કહ્યું, “પેલી રૂપાની દીવાદાનીઓ પણ મેં તમને આપી દીધી હતી; તાસકો સાથે તે પણ કેમ ન લેતા ગયા?”
જન વાલજીને આંખો ઉઘાડીને બિશપ સામે એવી નજરે જોયું કે જેનું વર્ણન માનવ ભાષામાં થઈ શકે તેમ નથી.
નામવર,” જમાદાર બોલ્યો, “ત્યારે આ માણસ કહેતે હતે તે સાચી વાત છે? અમે તેને રસ્તામાં જાણે ભાગી જતો હોય તેમ જ જોયો એટલે પકડયો. તેની પાસે આ વાસણો હતાં.”
અને તેણે તેમને કહ્યું,” બિશપ વચ્ચે જ બોલી ઊઠયા, “ કે એ વાસણ તેને એક ઘર પાદરી કે જેને ત્યાં તે રાતવાસો રહ્યો હતો, તેણે આપ્યાં છે, એમ ને? હવે હું સમજ્યો. અને તેથી તમે તેને અહીં પાછા લાવ્યા ખરું? ખરેખર એ ભૂલ થઈ છે.”
“ તે પછી,” જમાદારે કહ્યું, “અમે તેને જવા દઈએ?” “અલબત્ત.” બિશપે જવાબ આપ્યો.
સિપાઈઓએ જીન વાલજીનની પકડ છૂટી કરી. તે લગભગ લથડિયું ખાઈ પાછો પડ્યો.
“તે શું હું છૂટો છું?” તે લગભગ ન સંભળાય તેવા અવાજે ' જાણે ઊંઘમાં બેલતો હોય તેમ બોલ્યો.
“હા, હા, તું છૂટે છે; તને ન સમજાયું?” જમાદારે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org