________________
૨૭
મહેમાજ ! મને ઓળખે છે; એમ જ કહોને કે હું તેમનો માનીત નટ છું! તે હજુ ત્યાં જ રહે છે. પણ શું કરું? એક સૂ પણ ઘરમાં નથી. મારી પતની માંદી છે, અને મારી દીકરી ભયંકર રીતે ઘવાઈ છે. મારી પત્નીને મદદની તાત્કાલિક જરૂર છે, અને મારી દીકરીને પણ. પરંતુ ડૉકટર ! દવાવાળો! હું તેમને આખું શું? એક સૂ માટે પણ હું ગમે તેને પગે પડવા તૈયાર છું. કળાની આજકાલ કેવી પડતી દશા છે! અને આપ મારાં સુંદર નાનાં બાન અને આપ મારા મહેરબાન દાનવીર જે દેવળમાં જઈ તેને આપના સદ્ગુણોથી અને સુગંધથી સુવાસિત કરો છે, ત્યાં જ મારી દીકરી પ્રાર્થના કરવા જાય છે અને આપને રોજ જુએ છે. મારું ગમે તે થાય પણ મારાં છોકરાંને હું ધાર્મિક રીતે ઉછેરું છું. હું તેમને નાટકશાળામાં જવા દેતો નથી. હું તેમને નાચતાં જોઉં? મારી સગી આંખે? કદી નહિ! તેમને હજુ બાપ છે! એ કઈ પેલી નબાપી છોકરીઓ નથી કે જે કુટુંબ વિનાની, થઈને જીવનની શરૂઆત કરે છે, અને પછી આખા ગામની કુટુંબિની થઈને પૂરું કરે છે. પણ મારા ઘરમાં એવું કદી બની શકશે નહિ. સાહેબ, હું હજી જીવતો છું. હું તેમને સદ્ગણી બનાવવા માગું છું. પરંતુ, આપ જાણો છો મહેરબાન, કાલે અહીં શું થવાનું છે તે? કાલે ચોથી ફેબ્રુઆરી છે-- છેલો દિવસ, આખરી દિવસ! આજે સાંજે હું મારા મકાનવાળાને ઘરભાર્ડ ન ભરે તે કાલે તે મને, મારી મોટી દીકરીને, તાવમાં ફફડતી મારી પત્નીને અને મારી ઘવાયેલી નાની દીકરીને ઘર બહાર કાઢી મૂકશે! – બરફમાં વરસાદમાં, ટાઢમાં, પવનમાં! મારે ચાર હપતાનું ભાડું ચડયું છે. એક આખું વરસ ! પૂરા સાઠ ફાંક. . .
જોવ્ટ જૂઠું બોલતે હતે. ચારે હપ્તાનું ભાડું ચડયું હોય તે પણ ચાળીસ ફ઼ાંક થાય; અને મેરિયસે બે હપ્તાનું ભાડું ચૂકવ્યાને હજુ છ મહિના નહોતા થયા.
મોં. લેબ્લાન્ક પાંચ ફ્રાંક ખીસામાંથી કાઢીને ટેબલ ઉર મૂક્યા. તે જોઈ ચમકી ઊઠીને જો તેની મોટી દીકરીના કાનમાં ગણગણે – “સાલે પાજી! એના પાંચ ક્રાંકને હું શું કરવાને છું? એટલાથી તે મારી ખુરશી અને ભાંગેલી બારીનું ખર્ચ પણ નહિ નીકળે!"
" દરમ્યાન મેં. લેબ્લાન્ક પિતાનો મોટો ભૂખ ઓવરકોટ શરીર ઉપરથી ઉતારીને ખુરસીની પીઠ ઉપર ભરો.
“મેં, ફેબો!” તેણે કહ્યું, “મારી પાસે અત્યારે આ પાંચ જકૂક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org