________________
હડધૂત મુસાફર ત્યાં થઈને જો કોઈ પણ માણસ ગમે તે સમયે તેને માત્ર ધકેલવાથી ઉધાડી શકે તેમ હતું. શરૂઆતમાં તો બંને સ્ત્રીઓ એ સદા-ઉઘાડા બારણાથી બહુ ગભરાઈ હતી, પરંતુ બિશપે તેમને સમજાવ્યું કે, “તમારા ઓરડાને નકુચા નંખાવવા હોય તો નંખાવ.” અંતે તેઓ પણ બિશપની શ્રદ્ધામાં ભાગીદાર બની; કાંઈ નહિ તે બહારથી તે તેવી રીતે વર્તવા લાગી. બિશપ માનતા કે, “વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉધાડું રહેવું જોઈએ.”
એક વખત તેમણે પોતાની બહેનને કહ્યું: “બહેન, પાદરીએ કદી પોતાના માનવબંધુ સામે સાવચેતી રાખવાનો વિચાર પણ ન કરવો જોઈએ. સામે માણસ આપણને જે કાંઈ કરશે તે ઈવરનું ધારેલું જ કરશે; એટલે આપણે તે કોઈ આફત આપણા ઉપર ઝઝૂમી રહેલી લાગે, ત્યારે ઈશ્વરની જ પ્રાર્થના કરવી. એ પ્રાર્થના આપણે સારુ નહિ, પણ આપણા ભાઈ આપણા નિમિત્તે કાંઈ ખોટું કામ કરવા પ્રેરાય નહિ તે માટે.”
તે એવું માનતા કે, બહારના ભયો આપણા દોષને કારણે જ ઊભા થતા હોય છે, એટલે ખરી સાવચેતી આપણે આપણામાં રહેલાં કારણેની જ રાખવી.
હડધૂત મુસાફર સૂર્યાસ્ત પહેલાં એક કલાક અગાઉ, ૧૮૧૫ના ઓકટોબર માસની શરૂઆતના એક દિવસની સાંજે પગપાળા મુસાફરી કરતે એક માણસ વિના નાના શહેરમાં દાખલ થયો. જે થોડાક રહેવાસીઓ તે વખતે પોતાનાં બારી-બારણાં આગળ હતા, તેઓ તેને એક ખાસ જાતની ચિંતાભરી નજરે નીરખી રહ્યા. તેની ઊંચાઈ મધ્યમસરની હતી; તેનું કાઠું મજબૂત તથા પિંડી ભરાવદાર હતી. તેને જોતાં જ એમ લાગે કે તેનામાં અસાધારણ બળ ભરેલું છે. તેના હાથમાં એક ગઠ્ઠાદાર દડો હતો અને પીઠ પાછળ નવો તથા પૂર ભરેલો લાગતો યો નાખેલ હતો. તે સિવાય તેને બધો દેખાવ પૂરેપૂરો ચીંથરેહાલ હતા; અને પરસેવે, પગપાળા મુસાફરી, તથા રોટીને કારણે તે દેખાવ બિહામણો થઈ જવામાં કસર રહી ન હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org