________________
લે સિઝેરાહ
કોઈ તેને ઓળખતું ન હતું. કદાચ તે આ શહેરમાંથી માત્ર પસાર જ થતો હતો. તેણે આખા દિવસ ચાલચાલ કર્યું હશે; કારણ કે તે ઘણું થાકી ગયેલા લાગતા હતે, તથા જ્યાં પાણી દેખે ત્યાં પીધા કરતા હતા. ચાલતા ચાલતા તે સીધા પોલીસથાણે પહોંચ્યા. અંદર જઈ તે પાએક કલાક બાદ બહાર નીકળ્યા. બારણા પાસે એક પેાલીસ ઊભા હતા, તેને તેણે ટોપી ઉતારી સલામ કરી. પેલેા તેને કશે જવાબ વાળ્યા વિના જ તેની સામે તાકીને જોઈ રહ્યો, અને પછી અંદર ચાલ્યા ગયા.
તે સમયે ડીમાં એક જાણીતી વીશી હતી. આ મુસાફર ત્યાં ગયા અને અંદર દાખલ થયા. બધી ભઠ્ઠી પેટાવેલી હતી, અને ભડભડાટ અગ્નિ સળગી રહ્યો હતા. બારણું ઊઘડવાનો અવાજ આવતાં વીશીવાળા તવા ઉપરથી નજર ખસેડયા વિના જ બાલ્યા, “શું જોઈએ, સાહેબ ?” વાળુ અને પથારી.” મુસાફરે જવાબ આપ્યો.
66
હાજર છે સાહેબ.” આટલું બાલી વીશીવાળાએ મુસાફર તરફ ઊંચી નજર કરી અને તેને એક નજરે નીરખી લઈને ઉમેર્યું, “પૈસા રોકડા.” પેલાએ ચામડાની એક વજનદાર કોથળી લેંઘાના ખિસ્સામાંથી કાઢીને બતાવતાં જણાવ્યું, “પૈસા હાજર છે.”
“હું પણ તમારી સેવામાં હાજર છું.” વીશીવાળાએ જવાબ આપ્યા. “વાળુનું ઝટ તૈયાર થશેને ? ”
અબઘડી !”
66
66
મુસાફર તાપવા માટે પીઠ ફેરવીને બેઠો કે તરત જ વીશીવાળાએ ખિસ્સામાંથી પેન્સિલ કાઢીને બારી પાસેના ટેબલ ઉપર પડેલા છાપામાંથી એક ખૂણા ફાડયો અને બેએક લીટી લખી નાખી. પછી એક નાને છેાકરો કે જે રસેાડાનું તથા ફેરાફાંટાનું બધું કામ કરતા હતા, તેને તે કટકો ગડી કરીને આપ્યા અને તેના કાનમાં એક બે શબ્દ કહ્યા. પેલા તરત થાણા તરફ દોડયો. મુસાફ્ટે આમાંનું કશું જોયું ન હતું. થાડી વારે તે વાળુની ફરીથી તાકીદ કરવા જતા હતા, તેવામાં પેલા ઠાકરો હાથમાં કાગળ સાથે પાછે આવ્યો. વીશીવાળાએ ઈંતેજારી સાથે તેમાંનેા જવાબ વાંચ્યા અને તરત પેલા મુસાફરને સંબોધીને કહ્યું, તમારે માટે હું જગા કરી શકું તેમ નથી, સાહેબ ! ”
66
પેલા માણસ અર્ધો પાછા વળીને બોલ્યા, “ કેમ વળી ? તમને એમ લાગે છે કે હું તમારા પૈસા ઘાલી જઈશ ? તમારે પૈસા અગાઉથી જોઈએ છે? મારી પાસે પૈસા રોકડા છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org