________________
હડધૂત મુસાફર “મારી પાસે જગા નથી.” “હું તબેલામાં પડી રહીશ.”
એ નહિ બની શકે, તબેલામાં પણ ખાલી જગા નથી.”
“અરે, માળિયા ઉપર કે ગંજીમાં પણ એકાદ ખૂણો ખાલી હશે તે ચાલશે; પણ તે બધું વાળુ પછી જોઈ લેવાશે.”
“હું તમને વાળ પણ નાહ આપી શકું.”
આ જવાબ વીશીવાળો એવા ધીમા પણ મક્કમ અવાજે બોલ્યો હતો કે પેલો ઝટ અ ઊભો થઈ ગયો.
“નકામી માથાઝીક જવા દો. હું ભૂખથી અધમૂઓ થઈ ગયો છું. હું સવારથી પગ ઉપર જ છું અને બત્રીસ ગાઉ ચાલ્યો છું. મારે રોકડા પૈસા આપવાના છે, અને હું ખાવાનું માનું છું.”
વીશીવાળો હવે નીચો નમ્યો અને તેના કાન પાસે મોં લાવીને એવી રીતે બોલ્યો કે, પેલે ચમકી ઊઠયો : “ જાય છે કે નહિ ?”
મુસાફર કાંઈક જવાબ આપવા મોં ઉઘાડે ત્યાર પહેલાં વીશીવાળો બોલ્યો, “બસ ચૂપ રહે. તારું નામ શું છે તે કહું? જીન વાલજીન. હવે તું કોણ છે તે કહી બતાવું? તને દેખીને જ મને વહેમ ગયો હતો. મેં તરત થાણામાં પુછાવ્યું. અને જો આ જવાબ. તને વાંચતાં આવડે છે?”
આટલું કહી તેણે પેલો કાગળ તેના હાથમાં મૂક્યો. પેલાએ તેના ઉપર નજર નાખી. વીશીવાળાએ ક્ષણવાર ચૂપ રહીને ઉમેર્યું, “મને કઈ સાથે ઝઘડવાની ટેવ નથી, માટે મહેરબાની કરીને ચાલતો થા.”
મુસાફર ઊભો થયો; પોતાનો ઝોયણો તેણે ખભે નાખ્યો અને ચાલવા માંડયું. અપમાનિત થયેલા ખિન્ન માણસની પેઠે તે સીધે રસ્તે પગ લઈ જાય ત્યાં જવા લાગ્યો. તેણે પાછા વળીને જોયું હોત, તો તે જોઈ શક્યો હોત કે, તે દરમ્યાન ઘણા લોકો વીશીવાળાને વીંટળાઈ વળ્યા હતા, અને બારણામાં ઊભો રહી વીશીવાળો તેની તરફ આંગળી કરીને ગંભીરતાથી કાંઈક કહી રહ્યો હતો. એ સૌની વ્યાસ અને શંકાભરેલી નજર ઉપરથી કહી શકાય કે, તેનું આગમન થોડા જ વખતમાં આખા ગામની વાતચીતનો વિષય બની રહેવાનું હતું પરંતુ તેણે એ કશું જોયું નહિ; કારણ કે દુ:ખી લોકો કદી પાછું વળીને જોતા નથી. તેઓને ખાતરી હોય છે કે, કમનસીબ તેમની - છળ આવતું જ હોય છે.
આમ ને આમ કેટલીય વાર અજાણી શેરીઓમાં રખડયા પછી, અચાનક તેને ભુખની પીડા ફરી ઊપડી આવી. મોટી વીશીમાંથી તો તેને જાકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org