________________
લે મિરાન્ડ સિવાય, બાકીની બધી જ રકમ કેળવણીની, ગરીબોની, કેદીઓની અને સ્ત્રીઓની જુદી જુદી ધર્માદા સંસ્થાઓની મદદ માટે જ અલગ કરી દેવામાં આવી હતી.
જે મકાનમાં તે રહેવા આવ્યા તેને નીચલે માળ ત્રણ ઓરડા હતા, અને ઉપરને માળ ત્રણ સૂવાની ઓરડીઓ હતી. તે મકાનની પાછળ નાને સરખે બગીચે હતે. પેલી બે સ્ત્રીઓ ઉપરને માળ રહેતી, અને બિશપ નીચલે માળ રહેતા. પહેલા એરડાનું બારણું શેરીમાં પડતું હતું. તે તેમને જમવાને રડો હતો. બીજે તેમને સૂવાને એર હતું, અને અંદરને ત્રીજો ઓરડે તે પ્રાર્થના-સ્થાન હતું. તે ઓરડામાંથી બહાર આવવું હોય, તે સૂવાના ઓરડામાં આવવું પડે, અને સૂવાના ઓરડામાંથી બહાર આવવું હોય, તે જમવાના ઓરડામાં આવવું પડે. પ્રાર્થનાના એરડાને છેડે ભંડારિયામાં એક વધારાની પથારી રહેતી. બિશપના મહેમાનેમાંથી કોઈ રાતવાસો રહેવાનું હેય, તે તેને એ પથારી મળતી.
પ્રાર્થનાના ઓરડામાં એક હાટિયું હતું. તેને સફેદ કપડાથી સજાવીને વેદી બનાવવામાં આવી હતી. તેમના તવંગર ભક્તોએ એક સારી વેદી માટે ઘણી વાર ફાળે ઉઘરાવ્યો હતો. પરંતુ દરેક વખત બિશપે તે પૈસા લઈને ગરીબોને આપી દીધા હતા. તે કહેતા, “સારામાં સારી વેદી તે, દુ:ખી માણસને આવાસન અને મદદ મળતાં ઈશ્વરને ધન્યવાદ આપનું તેનું હૃદય જ છે.”
પણ અમારે અહીં કહેતા જવું જોઈએ કે, માંમૉરેલની જૂની મિલકતમાંથી છ ચાંદીની તાસકો અને એક મોટો કડછી-ચમચો એટલાં વાનાં બાકી રહ્યાં હતાં. મેંગ્લોઅર તે ચળકતાં વાસણોને જમવાના ટેબલ ઉપર ગોઠવી આનંદ પામતી. બિશપ ટકેર કરીને કહેતા કે. “ચાંદીની થાળીમાં જમવાનું મારાથી છૂટી શકે એમ લાગતું નથી.” આ ઉપરાંત બે રૂપાની દીવાદાનીએ પણ બિશપને તેમનાં દાદી તરફથી વારસામાં મળી હતી. તે દરેકમાં બબ્બે મીણબત્તી રહી શકતી. જયારે બહારનું કોઈ જમવા આવ્યું હોય, ત્યારે મેંગ્લેઇર બંને દીવાદાનીમાં મીણબત્તીઓ સળગાવી ટેબલ ઉપર મૂકતી. બિશપના સૂવાના ઓરડામાં એશીકા તરફ એક હાટિયું હતું, તેમાં રોજ રાતે મેંગ્લેઇર ચાંદીનાં વાસણ મૂકી દેતી. પરંતુ તે હાટિયાની કૂંચીઓ કદી કાઢી લેવામાં આવતી નહિ
ઘરના કોઈ બારણાને તાળું દેવામાં આવતું નહિ. શેરીમાં ઊઘડતા બારણાને પહેલાં તે તાળાં નકૂચા વગેરે બધું હતું, પરંતુ બિશપે એ બધું લખંડ કાઢી નંખાવ્યું હતું. એ બારણું ખાલી જ વાસવામાં આવતું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org