________________
૧૦૪
લે સિઝેરાહુ
એકેએક કામ કર્યું હતું. તે માનતા કે માથે લેણદાર હોવા એ તે માથે માલિક હોવા કરતાં પણ ભૂંડું છે. માલિક તા તમારા શરીરના જ હકદાર છે, પણ લેણદાર તે તમારી ઇજ્જતને પણ ! કારણ, ગમે ત્યારે તેના ઉપર તે હાથ નાખી શકે છે. દેવું કરવા કરતાં તે ખાવાની ટૂંક જતી કરતા; અને વસ્તુતાએ ઉપવાસ વડે જ ઘણા દિવસે તેણે ખેંચી કાઢયા હતા.
આ બધા સમય દરમ્યાન તેના હૃદયમાં તેના પિતાના નામની સાથે બીજું એક નામ પણ કોતરાયેલું રહ્યું હતું — થેનારડિયરનું. વૉટલૂના રણમેદાન ઉપર ગાળી અને ગાળાના વરસાદ વચ્ચે પેાતાના પિતાની જિંદગી બચાવનાર આ માણસની આસપાસ તેણે વિચિત્ર ભાવ-ભક્તિ સરજ્યાં હતાં. મેરિયસને થેનારડિયરની વીશીની પાયમાલીની ખબર મળ્યા પછી ઘણા અફસાસ થતા હતા કે પેાતે જીવતા હોવા છતાં પેાતાના પિતાની જિંદગી બચાવનારને તેના દુ:ખના દિવસેામાં તે જરા પણ મદદ કરી શકયો નહિ. મેરિયસે અવારનવાર વખત કાઢીને તથા ખર્ચ કરીને થેનારડિયરને શેાધવા એ બાજુના આખા પ્રદેશ તળેઉપર કરી નાખ્યા હતા; પરંતુ તેની જરા સરખી પણ ભાળ તેને હાથ લાગી ન હતી.
૪૮
પિતૃઋણ
દાદાને ત્યાંથી નીકળી ગયે મેરિયસને ત્રણ વર્ષ વીતી ગયાં હર્તા, અને તેની ઉંમર હવે વીસ વર્ષની થઈ હતી. બંને પક્ષે એકબીજાને મળવાના કે સમાધાન ઉપર આવવાના જરા પણ પ્રયત્ન કર્યા ન હતા. પ્રયત્ન કર્યો લાભ પણ શે? માં. જુલેનાર્ડ જેવા માણસ તૂટી જાય, પણ વળે શાના?
પરંતુ સાચું કહીએતે મેરિયસની આ જગાએ ભૂલ થતી હતી. એવા બાપ કદાચ હશે, જે પેાતાનાં સંતાનને નહિ ચાહતા હોય; પરંતુ એવા દાદા કોઈ નથી, જે પેાતાના પૌત્રને ન ચાહતા હોય. વસ્તુતાએ માં. જીલેનેર્મન્ડને મેરિયસ ઉપર ભાવ-ભક્તિ હતાં. અલબત્ત એ ભાવ-ભક્તિ વ્યક્ત કરવાની તેમની પદ્ધતિ બખાળા અને આંધપ્પા-મુક્કીની હતી; પરંતુ મેરિયસ ચાલ્યા ગયા ત્યારે તેમને પોતાના અંતરમાં એક અંધકારમય શૂન્યતા અનુભવમાં આવવા લાગી. તેમણે ચિડાઈને હુકમ તે આપ્યો કે, કોઈએ એ બદમાશનું નામ મારી આગળ ન લેવું; પરંતુ બધાંએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org