________________
કૅસેટીમાંથી
res
અને દીનતા — મેરિયસને આ બધું શી રીતે ગળે ઉતારી શકાય તે શીખવું પડયું; અને માટે ભાગે તો ગળે ઉતારવા માટે એ વસ્તુઓ જ તેને મળતી! ગરીબાઈ એ કેવી અદ્ભુત અને ભયંકર અગ્નિપરીક્ષા છે! તેમાંથી નબળા તુચ્છ બનીને બહાર પડે છે, અને સબળા ભવ્ય બનીને ! ભાગ્યદેવી જ્યારે કોઈ માણસને ઢાળીને અઠંગ બદમાશ કે મહાન દેવાંશી બનાવવા ઇચ્છે છે, ત્યારે આ કુલડીમાં તેને ગાળે
છે.
મેરિયસને આ બધી મુશ્કેલીઓ વચ્ચે થઈને માત્ર જીવવાનું ન હતું; પરંતુ વકીલની પરીક્ષા પાસ કરવાની હતી, અને તે તેણે કરી પણ ખરી. વકીલની પરીક્ષા પસાર થઈ જતાં તેણે પેાતાના દાદાને એ ખબર પહોંચાડયા. તેમણે તે કાગળ વાંચીને ટુકડેટુકડા કરીને ટોપલીમાં ફેંકી દીા. તેમની દીકરીએ તેમને સ્વગત એટલું બેાલતાં સાંભળ્યા કે, “ ગધેડા, તારામાં જો અક્કલના છાંટા હોત, તે શું સમજી શકયો હોત કે, એક માણસ બૅરન અને વકીલ એકીસાથે કદી ન હેાઈ શકે!”
મેરિયસ ધીરજથી, સહનશીલતાથી અને વીરતાથી જીવનના એ સાંકડામાં સાંકડા ભાગમાંથી આગળ નીકળી ગયા. હવે તેના માર્ગ જરા મેાકળા થવા લાગ્યા. સખત પરિશ્રમ, ખંત અને દૃઢ સંકલ્પના બળે તે વરસે દહાડે સાતસે ફ્રાંક કમાતો થયો. તે જન તથા અંગ્રેજી બંને ભાષા શીખી ગયા હતા, અને કોર્ફોરાકના મિત્ર બુકસેલરને ત્યાં કામે લાગ્યા હતા.
સાતસા ફ઼ાંક ઉપર તે શી રીતે જીવતા હતા ? ખાસ ખરાબ રીતે નહિ. જેમ કે, શરૂઆતમાં જણાવ્યું તેમ એક કંગાળ મકાનમાં એક ઘોલકી તેણે વરસે ત્રીસ ફ્રાંકને ભાડે રાખી હતી. એ મકાનની સંભાળ રાખતી ડેાસીને તે મિહને ત્રણ ફ્રાંક એરી વાળવા તથા નાસ્તાની વસ્તુએ લાવી આપવા બદલ આપતા. બધુ મળીને તેનું કુલ ખર્ચ સાડા છસેા ફ઼્રાંક થતું; અર્થાત્ વરસે દહાડે તે પચાસ ફ્રાંક જેટલા તવગર બનતા. કોઈ મિત્રને જરૂર પડયે તે દશેક ફ્રાંક ધીરતા. કોર્પોરાક જ એક વખત સાઠ ફ્રાંક માગી ગયા હતા.
'
મેરિયસ પાસે બે બ્રેડ કપડાં રહેતાં. એક જોડ દરરોજ માટે અને બીજી તદ્દન નવી ‘ખાસ’ પ્રસંગે માટે, અલબત્તા, બંને જોડે પિતાના કાયમી શેચિહ્ન તરીકે કાળા રંગની હતી.
આ ‘ સારી ' સ્થિતિએ પહોંચતાં તેને વરસ વીત્યાં હતાં; મુશ્કેલીનાં કપરાં વસેા. પણ મેરિયસ એકે પ્રસંગે હિંમત હાર્યા ન હતેા. તેણે દરિદ્રતાની એકેએક કોટી પસાર કરી હતી; અને દેવું કરવા સિવય બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org