________________
- નવા ભાવિ તરફ
૧૨૩ બા સમજી ગઈ કે તેના પતિની તીક્ષ્ણ બુદ્ધિ હવે મેદાનમાં ઊતરી છે. એમાંથી ભારે મોટાં પરિણામોની આશા રાખતી તે તરત બહાર ચાલી ગઈ.
થેનારડિયરે આગંતુકને એક ખુરસી ઉપર બેસવા જણાવી પોતે ઊભા ઊભા જ નરી માયાળુતા અને નરી નિર્દોષતાને દેખાવ અખત્યાર કરીને જણાવ્યું :
કોઈ ન માને તો ભલે, સાહેબ, પણ મારે આપને કહી દેવું જોઈએ કે મને એ છોકરી ખૂબ વહાલી છે.”
કઈ છોકરી?”
કેમ વળી, આપણી નાની કૉસેટ ! આપ જ તેને અમારી પાસેથી લઈ જવા માગો છોને? લો સાહેબ, હું આપને છેવટની વાત કહી દઉં કે, હું એ વસ્તુ કબૂલ રાખી શકું તેમ નથી. તે નાની હતી ત્યારથી મારી પાસે છે. અલબત્ત તેને કારણે અમારે ખર્ચ થાય છે, તથા તેનામાં થોડાઘણા દોષ પણ છે, અને અમે એવાં તવંગર નથી એ પણ ખરું; હમણાં જ તેની એક બીમારીમાં મને ચારસા ક ખર્ચ થયું. પરંતુ માબાપ વિનાની એ બાળકીને મેં નાનેથી મોટી કરી છે, અને તેને કોઈ કારણે છોડવાને નથી. મારી પત્ની જરા આકરી છે; પણ તેય તેને ચાહે છે અને તેના વિના એક દિવસ પણ રહી શકે, એમ હું માનતો નથી.”
પેલો આગંતુક તેની તરફ સ્થિર નજરે જોઈ રહ્યો. થેનારડિયરે આગળ ચલાવ્યું :
“માફ કરજો સાહેબ; અને ઘરની છોકરી કંઈ પહેલા જ વટેમાર્ગને એમ આપી દેવાય પણ ખરી? આપ જ કબૂલ કરશો સાહેબ, કે મારે પણ થોડું ઘણું જાણવું તે જોઈએને ? આપ સાહેબ તવંગર છો, અને આપને ત્યાં એ છોકરી રાજરાણીની પેઠે પૂજાશે, એની હું ના નથી પાડતે. પરંતુ તે
ક્યાં જાય છે, કોની પાસે જાય છે, એ બધાની ખબર તે મને હોવી જોઈએ. હું ભલે ગરીબ રહ્યો, પણ મારે તેની અવારનવાર ખબર કાઢતા રહેવું પડશેને?જેથી એ બિચારા અનાથ બાળકને પણ આવાસન રહે કે, તેને ગરીબ પાલક પિતા તેની ખબરઅંતર રાખ્યા કરે છે.”
પેલા આગંતુકે હવે થનારડિયર ઉપર પોતાની તીણ નજર ઠેરવી – એવી નજર કે જે માણસના અંતરને તળિયા સુધી આરપાર જોઈ લે છે. ત્યાર બાદ તે ગંભીર તથા સ્થિર અવાજે બોલ્યો –
“જુ થનારડિયર સાહેબ, હું જો કૉસેટને લઈ જાઉં, તો એટલેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org