________________
લે મિરાહ જ બધી વાત પૂરી થવી જોઈએ. તમારે મારું નામ પણ જાણવાનું નથી, કે હું કોલેટને ક્યાં લઈ જાઉં છું તે પણ. ફરીથી તે કદી તમારી નજરે ન પડે એ જ મારો ઇરાદો છે. હું તેના પગની બેડી તેડું, તો તેને તમારી પાસેથી સદાને માટે મુક્ત કરવા માટે જ, બેલે, એ વાત કબૂલ છે? હા કે ના?”
ભૂતપિશાચને પણ તેમને ગુરુ મળે કે તરત તેને પિછાની લે છે. થેનારડિયર સમજી ગયો કે, આ માણસની ગુઢતા અગમ્ય જ છે; તેના ઉપર કશો સંદે માંડી શકાય તેમ નથી. તેણે એક કુશળ પટાબાજની જેમ પોતાની રમત ફેરવી નાખી. તેણે સીધું સંભળાવી દીધું – ' “મારે પંદરસો કાંક જોઈએ, સાહેબ.”
પેલા આગંતુકે તરત ખિસ્સામાંથી જના પાકીટ જેવું કશુંક કાવ્યું, અને તેમાંથી ત્રણ બેંક-નોટ ખેંચી કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. પછી તેમના ઉપર અંગૂઠો દાબીને કહ્યું –
લા, કૉસેટને અબઘી સોંપી દે.”
થેનારડિયર બાનુએ પિતાના પતિના કહેવાથી કોસેટને તરત ત્યાં બેલાવી. કોસેટ એરડામાં આવતાં જ પેલા અજાણ્યાએ પોતાની પિટલીમાંથી સાત વરસની છોકરીને પહેરવા માટેનાં શોકનાં કપડાંની જોડ કાઢી, અને તેને કહ્યું, “આ પહેરી લે.”
પ ફાટતાં જ, મોંટફમેલના રહેવાસીઓમાંના જેઓ પોતાનાં બારણાં ઉઘાતા હતા, તેમણે એક એંથરેહાલ માણસને એક છોકરીને દેરીને પેરિસ તરફના રસ્તા ઉપર જતો જોયો. છોકરીના હાથમાં એક મોટી ઢીંગલી હતી. કોઈ પેલા અજાણ્યાને ઓળખી શકયું નહિ, તથા કૉસેટને પણ સાદાં પરંતુ ફાટયા વિનાનાં કપડાંમાં પહેલી વાર જોઈને બહુ ઓછા ઑળખી શક્યા.
કૉસેટ ચાલી જતી હતી. જેની સાથે? તે પોતે પણ જાણતી ન હતી. તે કદાચ એટલું સમજી શી હતી કે, દેનારડિયરની વીશી હવે તેના જીવનમાંથી હંમેશને માટે ભૂંસાય છે. પણ હજુ તેને એ પૂરેપૂરું સાચું લાગતું ન હતું. તે વારેઘડીએ પોતાના સાથીદાર તરફ નજર કર્યા કરતી. એ એક જ વાત તેને નક્કરપણે સાચી માનવા જેવી લાગતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org