________________
- ચાર નામ, કામ એક જુગાર ખેલવામાં પોતાની દીકરીઓને ઉપયોગ પણ તે કરતે; તથા તે છોકરીઓ જે રીતે વાસભેર અને ત્રાસભેર પોલીસનું નામ દેતી દેતી ભાગી છૂટી હતી, તે ઉપરથી સ્પષ્ટ સમજાતું હતું કે તેઓ પણ અંધારાના છાના ધંધા પિતા થકી ચલાવતી હતી. મેરિયસને તે છોકરીઓની ઉંમર, જાતિ, કંગાલિયત અને ભ્રષ્ટતાને વિચાર આવતાં કમકમાં આવી ગયાં.
મેરિયસ પેલી છોકરી ઉપર પોતાની ખેદપૂર્ણ નજર સ્થિર કરીને આ રીતે વિચારમાં પડ્યો હતો, તે દરમ્યાન પેલી છોકરી તે ઓરડામાં આમથી તેમ બધું જોતી-તપાસતી ફરતી હતી. અચાનક તે બોલી ઊઠી, “વાહ, તમે અરીસે પણ રાખે છેને!”
આટલું બોલી તે પિતાના ઘોઘરા અવાજે કંઈક ગાયનના શબ્દો ગણગણતી ટેબલ પાસે ગઈ.
“ઓહ ચોપડીઓ છેને કંઈ !”
તરત તેના મોં ઉપર એક આનંદની આભા ફેલાઈ ગઈ. પોતે પણ કોઈ બાબતની આવડતનું અભિમાન થઈ શકે છે, એ જાતના ભાવથી તે બોલી ઊઠી, “મને વાંચતાં આવડે છે. જાઓ, વાંચું?”
તેણે ટેબલ ઉપર ઉઘાડી પડેલી એક ચોપડીમાંથી વૉટલૂના યુદ્ધના વર્ણનના ફકરાનો ભાગ વાંચવા માંડયો. “વૉટ' શબ્દ આવતાં જ તે અચાનક ચમકી, અને બોલી ઊઠી, “વૉટલું! હું તેની વાત જાણું છું. મારા બાપુ ત્યાં લશ્કરમાં હતા.”
પછી તેણે ટેબલ ઉપર પડેલી કલમ ઉપાડી અને ઉમળકાભેર કહ્યું –
મને લખતાં પણ આવડે છે!”
તેણે કલમ ખડિયામાં બોળી અને ટેબલ ઉપર જ પડેલી એક ચબરકી ઉપર થોડું લખ્યું: “પોલીસદાદા આવી પહોંચ્યા.”
પછી કલમ નાખી દઈ તેણે તે ચબરકી મેરિયસને બતાવતાં કહ્યું, “ કહું છું, જુઓ અક્ષર કેવા છે? હું અને મારી નાની બહેન નાનપણમાં ભયાં હતાં. અમે પહેલેથી આવાં ન હતાં, અમે સારા ઘરનાં. . .”
અચાનક તે ભી અને શૃંગારિક ભાવનું એક નાટકી જોડકણું હસતી હસતી ગાવા માંડી, અને પૂછવા લાગી, “તમે કોઈ દિવસ નાટક જોવા જાઓ છો, મે. મેરિયસ? હું જાઉં છું. મારે ભાઈ નાટકવાળા
ને મિત્ર છે. તે કોઈ કોઈ વાર મને ટિકિટ આપે છે. પણ મને ગૅલરીની બેઠકો ગમતી નથી. કેવી ભીડ હોય છે? કેટલીક વાર કેવા દંગાહિસાદ થાય; અને પસીને તે એ ગંધાય !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org