________________
લે મિગ્રેશ અર્થાત, એ કાગળો એક જ માણસે જુદા જુદા નામે લખ્યા હતા, એ ઉઘાડું હતું. આ વિચિત્ર ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરવો એ નકામી મહેનત છે એમ માની, મેરિયસે તેમને પરબીડિયામાં પાછા મૂકી દીધા અને પબીડિયું એક બાજુ ફેંકી દઈ તે સૂઈ ગયો.
સવારમાં સાતેક વાગ્યાના અરસામાં તેની આંખ ઊઘડી. રજને કામે લાગવાની તૈયારી તે કરતે હતો તેવામાં તેણે પોતાના બારણા ઉપર એક ધીમા ટકોરો સાંભળ્યો. તેણે બારણું ઉઘાડવું, તે એક છોકરી સામે ઊભી હતી.
છોકરી સુકલકડી, ચીંથરેહાલ, મેલી તથા માંદલી દેખાતી હતી. તેને ચહેરો મેરિયસને છેક અજાણય ન લાગ્યો. તેણે પૂછયું, “કોનું કામ છે?”
“આપને માટે એક કાગળ છે, મોર મેરિયસ.”
છોકરીને મેએ પિતાનું નામ સાંભળી મેરિયસને નવાઈ લાગી. છોકરીએ અંદર દાખલ થઈને જરા પણ સંકેચ વિના ચારે તરફ નજર ફેરવી લીધી. એની એ નિ:સંકોચતા હદયને તરત જ આઘાત પહોંચાડે. તેના પગ ખુલ્લા હતા અને ટાઢથી તે થથરતી હતી. તેના હાથમાં એક કાગળ હતો; અને તે તેણે મેરિયસને આપ્યો. અંદર લખ્યું હતું:
મારા માયાળુ પડોશી, જુવાન મિત્ર!
તમે છ મહિના પહેલાં મારું ભાડું ચૂકવી દઈને મારા તરફ દર્શાવેલી મમતાથી હું વાકેફ છું. મારી મોટી દીકરી તમને કહી શકશે કે અમે ચાર જણાંએ બે દિવસથી એક કોળિયો પણ મોંમાં મૂક્યો નથી. મારી સ્ત્રી પથારીવશ છે. હું જો મારા ખ્યાલોથી છેતરાતે ન હોઉં, તે જરૂર આ સમાચારથી તમારું માયાળુ હૃદય ગંભીરપણે વ્યથિત થઈ જશે અને તરત કંઈક નાનીસરખી મદદ મારા ઉપર વરસાવવા આપને પ્રેરશે.
માનવજાતના પરમ ઉપકારક સજજના કૃપાપ્રસાદથી જેનું હૃદય હંમેશ ગળગળું રહે છે તે આપનો,
જોર્જેટ.” “ તા. ક. મારી દીકરીને આપને હુકમ સાંભળતા સુધી આપની તહેનાતમાં હાજર રહેવાની તાકીદ મેં આપી છે.”
આ કાગળે મેરિયસના મનમાં આગલી રાતથી ઘોળાયા કરતા ભેદને તદ્દન સ્પષ્ટ કરી મૂક્યો. પેલા ચાર કાગળ લખનાર માણસે જ આ કાગળ પણ લખ્યો હતો. તે સમજી ગયો કે તેના પડોશીને ધંધા, જુદે જુદે નામે જુદા જુદા માણસોને કાગળો લખી, તેમની દયાભાવનાને ઉત્તેજિત કરી, તેમની પાસેથી પૈસા પડાવવાનો હતે. પોતાના નસીબ સાથે આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org