________________
૨૨૦
લે મિઝેરોલ પછી તે મેરિયસ તરફ જરા વિચિત્ર રીતે નજર કરીને બોલી ઊઠી: “તમને ખબર છે, મોં. મેરિયસ, તમે બહુ સુંદર જુવાન છો?”
મેરિયસનું મોં પડી ગયું. પરંતુ પેલી છોકરી તેની પાસે જઈ તેના ખભા ઉપર હાથ મૂકીને બોલી, “તમે મારી તરફ નજર કરતા નથી, પણ હું તમને ઓળખું છું. હું તમને દાદર ઉપર ભેગી થાઉં છું, તથા તમને પાદરી મેબોફને ઘેર એસ્ટરલિઝને રસ્તે જતાં ઘણી વાર સામી મળે છું. તમારા વાળ તમારા મોં ઉપર કેવા શોભે છે!”
મેરિયસ તેની પાસેથી જરા દૂર ખસી જઈને ગંભીરતાથી ઠંડા શબ્દોમાં બોલ્યો : “બાનુ, મારી પાસે આ પરબીડિયું છે, કદાચ આપનું હોય એમ લાગે છે. હું આપને પાછું આપવાની રજા લઉં છું.”
મેરિયસે આપેલું પરબીડિયું હાથમાં આવતાં જ તે તાળી પાડતી બોલી ઊઠી, “હું ને મારી બહેન એને કેટલું બધું શોધી વળ્યાં? તમને એને રસ્તે મળ્યું હોવું જોઈએ, ખરુંને? અમે ભાગતાં હતાં ત્યારે મારી નાની બહેને તે પાડી નાખ્યું હતું. ખરી ગધેડી છે! ઘેર જઈને ખબર પડી કે પરબીડિયું નથી. પછી માર ન ખાવો પડે એ સારુ અમે જૂઠું બોલ્યાં કે, કાગળો બધા પહોંચાડી દીધા. પણ આ કાગળો અમારા છે એમ તમે શી રીતે જાણી ગયા? લખાણ ઉપરથી, ખરુને? તો કાલે અમે ટિચાયાં હતાં તે તમે જ હતા? જોકે અંધારામાં અને દોડવામાં અમે તમને દેખી શક્યાં ન હતાં; મારી બહેન માત્ર એટલું બોલી હતી કે, કોઈ સારો માણસ લાગતો હતો.”
પછી એ કાગળમાંથી સેંટ જેકસ ડ હૉ૦ના દેવળવાળા દાનવીર સગૃહસ્થને કાગળ જુદો કાઢીને તે બોલી, “આ ભાઈસાહેબને દેવળમાં જવાનો આ વખત જ છે; એટલે હું જલદી ત્યાં પહોંચી જાઉં. તે કદાચ કાંઈક નાસ્તા જોણું આપશે.”
પછી તેણે હસતાં હસતાં ઉમેર્યું, “આજે અમને નાસ્તો મળે. તે અમે શું ખાધું કહેવાય, ખબર છે? પરમ દિવસનો નાસ્તો, પરમ દિવસનું ભોજન, ગઈ કાલને નાસ્તો અને ગઈ કાલનું ભજન – એ બધું આજે સવારે એકી વખતે અમે પામ્યાં કહેવાય! એટલું બધું એકસામટું ખાઈને અમારું પેટ ફાટી ન પડે તો અમારો જ વાંક વળી !”
એની આ કરુણ મજાકથી મેરિયસને છોકરીના આગમનનું કારણ યાદ આવ્યું. મેરિયસે ખીસાં ફફેસીને પાંચ ફ્રાંક અને સોળ સૂ કાઢયા. દુનિયામાં એ વખતે તેની પાસે એટલી જ મૂડી હતી. “આજના ભોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org