________________
મહેમાન માટે માટે આટલા પૂરતા છે; કાલની વાત કાલે,” એમ કહીને તેણે સેળ સૂ કાઢી લીધા અને પાંચ ફાંકને સિક્કો પેલી છોકરીને આપ્યો.
પેલીએ એ સિકો ભારે આતુરતાથી ઉઠાવી લીધું. “વાહ વાહ! પાંચ કૂક! કેવો ચળકે છે! પાસે હોય તે આ લેવાય, તે લેવાય, આ જોવાય, તે ખવાય” આમ બોલતી તે મેરિયસને સલામ કરી બારણા તરફ દોડી ગઈ, અને બોલી, “ઠીક સાહેબ, એ તે બધું સરખું જ છે; હું પેલા સાને કાગળ આપવા તો જાણે જ.”
૫૨
મહેમાન માટે પાંચ વર્ષ સુધી મેરિયસ ગરીબાઈમાં રહ્યો હ; ભારે તંગીમાં પણ કહી શકાય. પરંતુ તેનેય લાગવા માંડયું કે, ખરું દુ:ખ શું કહેવાય છે તે તેણે હજુ જાયું જ ન હતું; ખરું દુ:ખ તે તેણે હમણાં જે જો તે હતું. વસ્તુનાએ જેણે માત્ર પુરુષની વીતી જોઈ હોય, તેણે કશું જ જોયું નથી; તેણે સ્ત્રીની વીતી જોવી જોઈએ. અને જેણે માત્ર સ્ત્રીની વીતી જોઈ હોય, તેણે પણ બધું જ જોયું નથી; તેણે બાળકની વીતી પણ જેવી જોઈએ.
માણસ જ્યારે પિતાની અવદશાને છેડે પહો છે, ત્યારે તે પોતાના છેલ્લા ઉપાયે પણ પહોંચી જાય છે. અને તે વખતે જે અરક્ષિત પ્રાણીઓ તેની નજીક હેલ, તેમનું આવી બન્યું સમજવું. કામકાજ, પગાર, રોજ, રોટી, હિંમત, મરજી – એ બધું એકી સાથે ખૂટી પડે છે. બહાર દિવસનું અજવાળું ઓલવાઈ જાય છે, અને તેની સાથે અંદરનું નૈતિક અજવાળું પણ. આ અંધારામાં માણસના હાથમાં સ્ત્રી અને બાળકની અસહાયતા ભી રૂપે બાકી રહે છે, અને તે તેને દુરુપયોગ કર્યા વિના રહેતું નથી.
પછીથી બધી કરુણતા અને ભયંકરતા શરૂ થાય છે. હતાશાની આસપાસ જે નબળી દીવાલો ખડી રહી હોય છે, તે દુરચાર અને દુર્ગણ તરફ ધસતી જાય છે. આરોગ્ય, યુવાની, ઇજજત, કુમળા શરીરની બધી પવિત્ર અને પ્રાણભરી નાજુકતા, ભાવના, કૌમાર્ય અને જો –– એ બધાં, એક પછી એક, મદદ માટેનાં ફફા દરમ્યાન, ભ્રષ્ટતાના વમળમાં અટવાતાં જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org