________________
રરર
લે ચિરાગ્લ મેરિયસ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેની પાસે જ – એક જ ભીંતની આડ પાછળ આ બધું દુઃખદારિદ્ય તેની સેળે કળાએ ઘૂઘવતું હતું, છતાં તેણે પોતાની લહેમાં મગ્ન રહીને તે તરફ નજર પણ કરી ન હતી. અલબત્ત તેણે એક વખત તેમનું ભાડું ચૂકવ્યું હતું, પણ તે તો એક યાંત્રિક કાર્ય હતું. મેરિયસ જેવાએ તે તેથી કાંઈક વધુ કરી છૂટવું જોઈએ! અલબત્ત, આ લેક અધમતાની –અધોગતિની પરાકાષ્ઠાએ પહોંચેલાં હતાં, પરંતુ અધમ બન્યા વિના અધ:પાત પામનારા તો કોઈ વિરલ આત્માઓ જ હોય. પરંતુ, પતન જ્યારે ખૂબ જ નીચેની કક્ષાએ પહોંચ્યું હોય, ત્યારે જ દયાએ પણ સૌથી ઊંચી કક્ષાએ પહોંચવું જોઈએને?
આવા વિચાર કરતાં કરતાં, તેણે જે ભીંત પિતાને પોતાના આ દુ:ખી પડોશીઓથી છૂટી પાડતી હતી, તે તરફ નજર કરી. એ Íત થાંભલા અને પાતળી ચીપટો ઉપર કરેલા પાતળા પ્લાસ્ટરની બનેલી હતી અને તેમાંથી આવ-જા, બોલચાલ વગેરેના અવાજો આરપાર આવ્યા જ કરતા હતા. મેરિયસને લાગ્યું કે પોતાના જે સ્વપ્નદ્રષ્ટા જ એ તરફ આટલી બધી હદે બહેરો રહી શકયો હોય. યોગ્ય વખતે કરવામાં આવેલી મદદથી કોણ જાણે કેટલી વેદના, કેટલો અધ:પાત રોકી શકાયાં હોત! મેરિયસની નજર અચાનક ભીંતની ઉપરના ભાગમાં એક જગાએથી પ્લાસ્ટર નીકળી જવાથી પડેલા ત્રિકોણ બાકા ઉપર પડી. જે દુઃખદારિદ્ય તરફ અત્યાર સુધી તે અંધ રહ્યો હતો, તેના પ્રત્યક્ષ દર્શનથી પોતાના પસ્તાવાને શાંત પાડવા, મેરિયસ પથારીમાંથી એક કબાટ ઉપર ચડીને બાકામાંથી તે ઘોલકાની અંદર નજર કરવા લાગ્યો,
મેરિયસની નજરે જે ગંદકી, જે અવ્યવસ્થા, અને માણસ તથા વસ્તુઓનો જે ભંગાર નજરે પડયાં, તેથી તે કંપી ઊઠયો. કોઈ જંગલી પશુની બોડમાં ગમે તેટલું જંગલપણું, શૂરપણું અને લોહીતરસ્યાપારું વસતું હોય, તેમ છતાં તેમાં એક પ્રકારની સાહજિકતા - એક પ્રકારની સુંદરતા વસતી હોય છે. પરંતુ શહેરની આ બોડમાં તો ગોઝારાપણા સાથે ગંજાપણું, તેમ જ ગંદકી સાથે કદરૂપાપણું ભારોભાર સબડતાં હતાં,
ઓરડામાં મેરિયસની માહિતી પ્રમાણે જ જોર્જેટ, તેની સ્ત્રી અને એક નાની છોકરી હતાં. મોટી છોકરી તો કયારની પેલા ડોસાને કાગળ પહોંચાડવા ચાલી ગઈ હતી. મેરિયસ આખી પરિસ્થિતિ ખિન્ન હૃદયે વિગતવાર નિહાળતો હતો, તેવામાં ઓરડાનું બારણું ઊઘડયું અને પેલી મોટી છોકરી ઉતાવળી ઉતાવળી અંદર દાખલ થઈ. હાંફતી હાંફતી આનંદ અને વિજયના સાદે તે બોલી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org