________________
મહેમાન માટે
૨૩ તે આવે છે!” કોણ?” બાપે પૂછયું. “પેલા દાનવીર સગૃહસ્થ, દેવળવાળા.”
ચોક્કસ?” “હા, હા, તે ઘોડાગાડીમાં બેસીને આવે છે.”
“પણ શી ખાતરી? તે ઘોડાગાડીમાં આવતા હોય, તો હું તેમની આગળ શી રીતે આવી શકે? – તે સરનામું આપ્યું છે? આપણા ઓરડાનું ઠેકાણું બરાબર બતાવ્યું છે? મારો કાગળ તેમણે બરાબર વાંચ્યું છે? તે શું બેલ્યા?”
અરે વાહ, તેમની રોજની જગાએ દેવળમાં તે બેઠા હતા, અને મેં તેમને કાગળ આપ્યો. તેમણે વાંચીને પૂછયું, “બેટા, તું કયાં રહે છે?” મેં કહ્યું, “સાહેબ, હું આપને ઘર બતાવવા સાથે આવું છું.' તેમણે કહ્યું, “ના, મને તારું સરનામું આપ; મારી દીકરીને કંઈક વસ્તુઓ ખરીદવાની છે એટલે હું ઘોડાગાડી કરીને જાઉં છું; અને જેમ બને તેમ જલદી તારે ત્યાં આવી પહોંચું છે. તેમને મેં ઘરનું ઠેકાણું આપ્યું એટલે તે એકદમ જરા ચોંક્યા જેવા લાગ્યા. પ્રાર્થના પૂરી થતાં મેં તેમને દીકરી સાથે એક ઘેડાગાડી ઠરાવીને જતા જોયા. મેં આપણી એરડીનું ઠેકાણું તેમને બરાબર જણાવ્યું છે.”
પણ તે અહીં આવશે જ એમ શા ઉપરથી કહે છે?”
“અરે, તેમની ગાડીને આ શેરીમાં દાખલ થતી જોઈને તે હું દોડતી આવી છું.”
પેલે ચોંકી ઊઠ્યો. તેણે તરત પોતાની પત્નીને આગ જલદી બુઝાવી નાખવાને હુકમ કર્યો. તેની સ્ત્રી એને અર્થ ન સમજવાથી બોત જેવી ઊભી રહી. એટલે જોખ્યું કે પોતે જ એક વાસણમાંથી પાણી અંગારા ઉપર ભગભગાવી દીધું. પછી તેણે પોતાની મોટી દીકરીને કહ્યું, ખુરસીની ગાદી તેડી નાખ. છોકરી પણ ન સમજી એટલે તેણે પોતે જ ખુરસીમાં જોરથી એક લાત લગાવી. તેને આખો પગ આરપાર નીકળી ગયો. પગ કાઢતાં તેણે દીકરીને પૂછ્યું, “બહાર ટાઢ ખૂબ પડી છે નહિ?”
અરે ખૂબ જ; બરફ વરસે છે.” બાપે તરત નાની છોકરીને ગર્જના કરીને હુકમ કર્યો, “અરે દેડકી, ઊઠ, બારીને એક કાચ તોડી નાખ જોઉં.”
બાળકી આંખો ફાડીને થથરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org