________________
૨૨૪
લે ચિરાહ બાપે તેના માથા ઉપર મુક્કો ઉગામીને ફરીથી કહ્યું, “એક કાચ તેડી નાખ!”
બાળકે ડરતાં ડરતાં બારી પાસે જઈને પિતાની મુક્કી જોરથી કાચમાં લગાવી. કાચ કડડડ કરતો નીચે પડયો.
તેની પત્નીએ હવે ધીરે રહીને પતિને પૂછ્યું, “આ બધું શું માંડયું છે?”
પેલાએ તેને એકદમ પથારીમાં સૂઈ જવા ફરમાવ્યું. તેને ઘુરકાટ સાંભળી પેલી તરત પથારીમાં લાંબી થઈ ગઈ.
દરમ્યાન ખૂણામાંથી એક ડૂસકું સંભળાયું. “કેણ મુકે છે?” બાપે ત્રાડ નાખી.
નાની છોકરીએ અંધારામાંથી બહાર આવીને પોતાની લેહી દદડતી મુક્કી આગળ ધરી. કાચ ડિવા જતાં તેની ચામડી ચિરાઈ ગઈ હતી; અને તે ગુપચુપ રડતી હતી...
વાહ, ખાસ્સે થયું; હું જાણતે જ હતો કે કાચ વાગશે.” પછી તેણે પિતાના ફાટેલા ઝભ્ભામાંથી એક ચીંદરડે જલદી જલદી ફાડયો અને રડતી છોકરીના હાથ ઉપર વીંટી દીધો. પછી પોતાના ફાટેલા ઝભા ઉપર નજર કરતાં તેણે તે બાબતને પણ સંતોષ વ્યક્ત કર્યો.
નાની છોકરીને છાની રાખવા મોટી તેને પંપાળવા લાગી. “રડીશ ના બાપુ ગુસ્સે થશે.”
“ના, ના, ખવાય તેટલાં ડૂસકાં ખાજે,” બાપે માવ્યું. પછી પિતાની મોટી છોકરી તરફ ફરીને તેણે કહ્યું--
પેલા દાનવીર બદ્રા માટે મેં બધી તૈયારી કરી છે, પણ જે તે ખરેખર ન આવ્યું, તે પછી તારી વાત છે.”
૫૩.
મહેમાન ઓરડાની અંદર હિમા વા ભાંગેલી બારીમાંથી બાણની પેઠે સુસવાટા કરો ભોંકાઈ રહ્યો હતે. પેલા દાનવીર સામે આવવામાં થતી ઢીલથી. અકળાઈને ખૂંટ સૌની તરફ દાંતિયાં કરતો હવે ઓરડામાં આમતેમ પેંતરા ભરવા લાગ્યા. અચાનક તે મુક્કી ઉગામીને બોલી ઊઠ્યો – “હવે હું સમજ્યો! આ બદમાશ ધનિકો વિનાકારણ બીજાઓને રાહ જોવરાવવામાં જ મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org