________________
કૃતાંજલિ
જગવિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકાર વિકટર હ્યુગોની આ મશહૂર અમર કૃતિને પ્રવેશક પરિચય આપવાની જરૂર ન હોય... ભાઈ ગોપાળદાસે, મારી સૂચનાથી, હૃગોના આ પુરતકને કિશોરોગ્ય સંક્ષેપ “ગુનો અને જીવાણું નામથી અગાઉ બહાર પાડ્યો છે. મોટા ટાઈપમાં, ક્રાઉન-કદનાં ૨૦૦ પાનમાં એ સમાવાયો હતો, એ પણ એક સંક્ષેપ-વિક્રમ જ ગણાય. હ્યુગોની આ કથા એવી છે કે, સર્વ-વયીઓને તેમાં રસ પડે; એટલું જ નહિ, વારંવાર વાંચતાંય થાક ન લાગે – બલ્ક ફરી ફરી વાંચવા મન થાય. આથી કરીને, મોટી ઉંમરના સામાન્ય વાચકને માટે, કદમાં કાંઈક મોટો એવો આ બીજે સંક્ષેપ ભાઈ ગોપાળદાસે તૈયાર કર્યો, એ સારું થયું છે. ગુજરાતી વાચકોએ તે માટે એમનો આભાર માનવો ઘટે છે.
| વિકટર ઘગો નવલકથાકાર ઉપરાંત નાટયકાર અને કવિ તરીકે પણ નામાંકિત હતો. ફ્રાંસના ૧૯મા સૈકાનો એક અગ્રગણ્ય સાહિત્ય-સ્વામી તે ગણાય છે. એને જીવનકાળ એટલે ૧૮૦૨ થી ૧૮૮૫. ફ્રાન્સના તે યુગની રોમાંચક - રોમેન્ટિક' સાહિત્યપ્રવૃત્તિને નાયક એ હતે. તે તરીકે તેણે વિશ્વસાહિત્યમાં સ્થાન પામે એવી કેટલીક કૃતિઓ જગતને આપી છે, તેમાં
લે મિઝેરાબ્લ’ એક અનોખી ભાત પાડે છે. તેની ઉત્તરાવસ્થાની આ કૃતિ છે. દારિદ્યનું મહાભારત કહેવાય એવી મહાન કથા એમાં એણે આપણને કહી છે. માનવ હૃદયને ઊંડામાં ઊંડા અને પાવકતમ ભાવ દુઃખ-દયા છે – દુ:ખીને માટે દિલમાં સદભાવભરી સહાનુભૂતિ જન્મે એ છે. આવી પરદુ:ખભંજની વૈષ્ણવી વૃત્તિ આ કથાનું ચિરંજીવ રસબીજ છે.
૧૯મા સૈકાનું યુરોપ એટલે, એક બાજુએ, ત્યાંના દેશની અંદર રાષ્ટ્રધર્મ રાજ્યોદયને યુગ; અને બીજી બાજુએ, તેની જ બીજી પાંખ પેઠે કામ કરતે, યુરો૫ બહાર એશિયા આફ્રિકામાં ફેલાતે સામ્રાજ્યધર્મી પરરાજ્યોદય યુગ. આથી કરીને, એક તરફ દુઃખ-દારિદ્ય અને દીનતા, તે બીજી બાજુએ અર્થલોભ, ગુબ્બા, ભોગવિલાસ, અને સાબળના ભાવ ફેલાતા હતા. અને
१४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org