________________
સામ્રાજ્યભેગી યુરોપનાં રાષ્ટ્રધર્મી રાજ્યોમાં, પરધન-શેષણ વડે માતબર બની માતંગા થતા સત્તાધારી વર્ગો અને ગરીબાઈમાં સબડતો બહોળો આમમજૂર-ખેડૂત-વર્ગ, – એમ બે નોખા તફા પેદા થતા હતા. તે સમયના આવા રંગનું દર્શન યુરોપના અનેક વિચારકો, સાહિત્યકારો, અને સમાજવિદો કરતા હતા. તેવા ધુરંધરોમાં, સાહિત્યક્ષેત્રે જોતાં, ડિકન્સ, ટૉલ્સ્ટૉય, હૃગો, ઝાલા, રસ્કિન વગેરે જાણીતા છે. સામાજિક ફિલસૂફી અને ઇતિહાસ-ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને વિચારોમાં કાર્લ માકર્સ જેવા આવે. આ લોકોએ પોતપોતાને સ્થાનેથી અને પોતપોતાની વિશેષ પ્રતિભા અને કલા-કુશળતા દ્વારા પોતાના દેશકાળમાં પ્રવર્તતી થયેલી આ રિથતિનું ચિત્ર રજૂ કર્યું.
એમના બે ચોખ્ખા માર્ગ કે દિશાઓ પડી જાય છે. તેમાં સાહિત્ય-કલા માર્ગને પ્રતિનિધિ ગ્રંથ આ છે. તેના દૃષ્ટાઓ સમા ઇંગો વગેરેએ ખ્રિસ્તી દયાભાવમાં આ સ્થિતિને ઉકેલ જાયે-અજાણે ચીતર્યો, એમ કહી શકાય. તેનું હાર્દ સમજવા માટે, ગીતાની પરિભાષામાં જોઈએ તે, યજ્ઞ-કાન-તા:કર્મ કે જે પાવનાનિ મનામ્ માનવને પાવન પવિત્ર કરે છે, તેની સનાતન સામાજિક તારણશક્તિને સ્થાયી ભાવ લોકોની નજર આગળ આ સાહિત્યકલાકારોએ ખડો કર્યો.
આને માટે શ્રેગોએ આ કથામાં જીન વાલજીનનું એક કમાલ પાત્રો સજર્યું છે. આમ ગુનેગાર ગણાય તેને દયાળુ ઉદ્યોગપતિ, પરગજુ નાગરિક અને સેવાભાવી મેયર વગેરે પેઠે કામ કરતે ચીતર્યો છે. પ્રેમયજ્ઞમાં સતત આહુતિ આપતો રહેતો કર્મયોગી જાણે ન હોય ! ગીતાકારનું બિરદ છે કે. પાપી પણ જો ભક્ત બને તે તરે, એનું જાણે જીવંત દૃષ્ટાન્ત એ હોય !
પણ આની બીજી બાજુ છે : આવા વ્યક્તિગત વિચારની સમુદાયગત બાજુ છે. તે એમ પૂછે છે કે, આમ પવિત્ર સાધુ-જીવન ગાળવાથી, માનો કે, તે તે જીવાત્માનું ભલું થતું હોય, પરંતુ દુ:ખમાં સપડાતા સામ્રાજ્યયુગીન સમાજના કલ્યાણનું શું? એવા સમાજના ભોગ બનતા ગરીબ વર્ગોને ઉદ્ધારમાર્ગ શો? શું આવી વ્યકિતઓ વડે તે સધાશે? કે પછી એને માટે કાંઈક જુદો અને સામુદાયિક રૂપે કામ કરતો ને અસરકારક એવો કોઈ માર્ગ લેવો કે ખેળવો પડે? ૧૯મા સૈકા અગાઉના જગતમાં દુનિયાને વ્યવહાર એવો સામૂહિક અને જટિલ તથા સંમિશ્રા નહોતે ત્યારે કદાચ આવા વૈયક્તિક જીવન દ્વારા તરણપાય પૂરતો થતો હોય; પરંતુ ૧૯મા સૈકામાં આવતાં, પાર્થિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org