________________
આટલું બધું અજવાળું શાનું?
૪૭૩ મેરિયસની કાળજીથી અને મદદથી, થેનારડિયર એઝેમા સાથે બે દિવસ બાદ ખેટા નામ હેઠળ અમેરિકા રવાના થઈ ગયો. તે વખતે મેરિયસે તેને વીસ હજાર ફ્રાંકને ડ્રાફ્ટ આપ્યો. પણ એ દુષ્ટ માણસ ત્યાં ગયા પછી કોઈ સારા ધંધામાં ન જ પડ્યો; તે ગુલામોનો વેપારી બન્યો.
થેનારડિયર મકાનમાંથી બહાર નીકળે કે તરત જ મેરિયસ ગાંડાની પેઠે બગીચામાં ફરતી કેસેટ તરફ દોડ્યો અને તેને દાદા જલેનેર્મન્ડના હાથમાંથી છોડાવી ઘર તરફ વળ્યો, “ચાલ, કૉસેટ, જલદી ચાલઅરે એ દરવાન, જલદી એક ઘોડાગાડી બોલાવી લાવ. ભલા ભગવાન! એ માણસે જ મારી જિંદગી બચાવી હતી. એક મિનિટ પણ હવે ગુમાવવાની નથી. હવે તેમને પગમાં માથું મૂકીને તેમની ક્ષમા માગીશ અને જે તે ક્ષમા નહિ આપે, તે હું ત્યાં ને ત્યાં મારું માથું પટકીશ!”
૧૧૦
આટલું બધું અજવાળું શાનું?
ઘોડાગાડી બારણા આગળ આવતાં જ મેરિયસે પ્રથમ કૉસેટને અંદર ચડાવી દીધી, અને પછી પોતે અંદર છલંગ મારી.
“ડ્રાઇવર, રૂ દ લ મ આર્મ નં. ૭ ઉપર ચાલો જલદી!”
કૉલેટ એટલું જ બોલી, "રૂ દ લ હમ આર્મ! હું તમને ફી કહી શકતી નહોતી, પણ આપણે મેં. જીનને જોવા જઈએ છીએને?”
અરે તારા બાપુને ! ગાંડી, એ તારા બાપુ જ છે; બાપુ કરતાં પણ વધારે. મને હવે બધું સમજાય છે. તે દિવસે દંગલની રાતે મેં ગેચ મારફતે તને જે કાગળ મોકલ્યો હતો, તે તેમના હાથમાં જ પહોંચ્યો હોવો જોઈએ. અને તને ચિંતા ન થાય તે માટે તેને કહ્યા વગર જ તે તેરાત મરચાની અંદર દોડી આવ્યા હશે– મને બચાવવા માટે જ! પણ એ તે દેવપુરુષ હતા એટલે માર્ગમાં જે કોઈ આવે તે બધાને બચાવવા જોઈએ ! એટલે તેમણે જાવર્ટને પણ બચાવી લીધું. અને પછી – પછી મને મોતના મુખમાંથી છેલ્લી ઘડીએ તેમણે તારે માટે ખેંચી લીધો. તે પેલી ભયંકર સુરંગમાંથી મને ઊંચકીને બહાર લઈ આવ્યા! પણ હું કે કૃદની જાનવર છું? કૉસેટ, તને જીવતદાન આપનાર પિતા બન્યા પછી તે મારા પણ જીવતદાન આપનાર પિતા બન્યા હતા!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org