________________
૪૭૨ 1 લે મિરાલ્ડ
, , , એ કોટને જ હતો. - હવે નારડિયરનો ફીકા પડી જવાનો વારો આવ્યો.
પછી મેરિયસ કૂદકો મારીને શેતરંજી ઉપરથી ઊભા થશે. તરત તે સીધો થેનારડિયર તરફ વળ્યો. પછી એક હજારની ફાંકની નોટો ખીસામાંથી કાઢી તેણે થનારડિયરના મોં ઉપર ફેંકી અને કહ્યું, “તું બદમાશ, કુત્તો, શેતાન છે. તું જ તારા ઘોલકામાં ડાકુઓની ટોળીને બોલાવી, સદગૃહસ્થોને દયા-માયાને બહાને ફોસલાવી લાવી તેમને તપાવેલી ફરસીથી કતલ કરવા ઈચ્છનાર હત્યારો છે. તું એ મહાપુરુષને જુઠા ગલીચ આક્ષેપથી કલંકિત કરવા આવ્યો હતો, પણ તું એને ઉજજવળ, યશસ્વી દેવપુરુષ કરાવવામાં જ સફળ થયો છે. તારું ખરું સ્થાન ફાંસીને માંચડે છે; અને હું પ્રત્યક્ષ જોયેલા પુરાવાઓથી તને ત્યાં ધકેલી શકું તેમ છું, પણ જા, તને વૉટનું રણમેદાન બચાવે છે!”
“વૉટ?” થેનારડિયર નવાઈ પામીને બે.
મેરિયસે બીજી પાંચસો ફૂાંકની નોટોને તેના મોં ઉપર જોરથી ઘા કરીને કહ્યું, “હા વાંટલું તેના રણમેદાન ઉપર તે એક કલને બચાવ્યો હતો.”
એક જનરલને સાહેબ ”
એક કર્નલને જ!” મેરિયસ ગુસ્સે થઈને બોલી ઊઠર્યો. “તે કોઈ જનરલને બચાવ્યો હોત, તો તે માટે મેં તને એક કાણી કોડી પણ ન આપી હેત. પણ બીજા આ ત્રણ હજાર ક્રાંક પણ છે, અને તારું હંમેશને માટે કાળું કર. તારી બૈરી તે કયારની મરી ગઈ છે એ હું જાણું છું. એટલે તું અને તારી દીકરી આવતી કાલે જ અમેરિકા જવા ઊપડી જજો. આ દેશમાં તારે મડદું ઘરમાં દટાય એમ પણ હું ઇચછત નથી. એટલે જો તું ખરેખર અમેરિકા જઈશ, તે ત્યાં પહોંચ્યા બાદ બીજા વીસ હજાર ફાંક તને મળે એવી વ્યવસ્થા હું કરીશ. જા, ત્યાં જઈને તું ફાંસીએ લટકજે કે બીજી જે. રીતે મરવું હોય તે રીતે મરજે.”
થેનારડિયર ભુરચું હસી, બધી નોટો બરાબર ગણીને ખીસામાં સેરવતે બોલ્યો, “તે સાહેબ, હું અમેરિકા જઉં તે મને વીસ હજાર ફાંક મળશે, એવી ખાતરી હું રાખું?”
હા, હા, તને સ્ટીમર ઉપર બેઠેલો જોયા પછી ન્યૂ યૉર્કની બૅન્ક ઉપરનો તેટલી રકમને ડ્રાટ તારા હાથમાં હું જાતે જ મૂકીશ.”
હવે આ માણસની વાત આપણે અહીં જ તત્કાળ પૂરી કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org