________________
૨૯
લે બિઝશક્ષ આ બધું તેમને કરવા દેતો હતો. તેણે હવે જવાબ આપ્યો, “અત્યારે જ શા માટે નહિ?”
“અમારે અમારા દારૂગોળાની કરકસર કરવાની છે.”
તો છરી વડે કામ પતાવી દો.” “જાસસ! અમે ન્યાયાધીશ છીએ, હત્યારા નથી.”
પછી એશ્વેલરસે ગોચને બોલાવીને કહ્યું, “તું તારે કામે જ! મેં કહ્યું છે તે કર.”
ગેવોએ કહ્યું, “આ ઊપડ્યો!” પણ પછી એકાએક પાછા ફરીને તેણે કહ્યું, “મને આની બંદૂક આપી દો; મેં ગવૈયો તમને પકડાવી દીધે, એટલે તેને તંબૂરો મને મળવો જોઈએ.”
આટલું કહી લશ્કરી સલામ ભરી, તે તરત મોરચાને ખૂણે થઈને બહાર નીકળી ગયે.
૮૨ મેરિયસ અંધારામાં અટવાય છે
હિમના ગળાની પેઠે, લેકોનાં ટોળાં પણ, જેમ આગળ ગબડતાં જાય તેમ મોટાં થતાં જાય છે. ટેળાના લોકો એકબીજાને પૂછતા નથી કે કોણ કયાંથી આવ્યું છે. એ ટેળામાં લે કેબુક નામના ઉપનામવાળે એક પીધેલ કે પીધેલ હેવાને ઢોંગ કરતે એક માણસ પણ જોડાયેલ હ. પીઠા આગળ બહાર ટેબલ ખેચી લાવીને તે બેઠો હતો અને પાસે બેઠેલાઓને વધુ ને વધુ દારૂ પીવાને આગ્રહ કર્યા કરતો હતો. તે વારંવાર સામેના ઊંચા ઘર તરફ પણ જોયા કરતો હતો. તે પાંચ માળનું મકાન હતું અને ઉપરથી નીચે સુધી બિલકુલ બંધ હતું. અચાનક તે બોલી ઊઠયોઃ “ભાઈ, આપણે આ સામેના ઊંચા મકાનમાં જ જઈને બેઠવાવું જોઈએ! ત્યાં બેઠા હોઈએ, તે પછી આખી શેરી ઉપર આપણી નજર રહે.”
પણ એ ઘર તે બંધ છેને?” પાસે બેસી પીનારાઓમાંના કોઈકે. કહ્યું.
તેનું બારણું ઠેકો!” તે નહિ ઉઘાડે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org