________________
‘તારા હૃદયને અંધારપટ દૂર થાઓ !' પડે? સાત સૂમાં તે પૂરું પેટ પણ ન ભરાય; એટલે પછી માણસને ગમે તે ધંધા કરવા પડે. અને મારે તે મારી નાની કૉસેટ માટે પૈસા મોક્લવા પડતા, એટલે આ ખરાબ રસ્તે ચડવું પડ્યું. બાકી, જવર્ટ સાહેબ, હું મૂળે ખરાબ સ્ત્રી નથી; અને આજે પણ ભૂલથી મારે પગ, પેલા સગૃહસ્થના ટોપા ઉપર આવી ગયો તે માટે હું દિલગીર છું, પરંતુ અમારા લોકો પાસે રાત માટે એક જ રેશમી પિશાક હોય છે તેઓ સાહેબે અંદર બરફ નાખીને તે બગાડ્યો એટલે મને ગુસ્સો ચડી આવ્યબાકી તે ગમે તે બોલે તે પણ...”
મે. મેડલીને તેની વાત ગંભીર લક્ષ આપીને સાંભળી રહ્યા હતા. દરમ્યાન તેમણે પિતાના ખિસ્સામાંથી પૈસાની થેલી કાઢી જોઈ, પણ તે ખાલી હોવાથી તરત તેને પાછી મૂકી દીધી. પછી તેમણે ફેન્ટાઈનને પૂછયું -
“તારે કેટલું દેવું છે, બહેન ?”
ફેન્ટાઈન અત્યાર સુધી જાવર્ટ સામે જ જોઈ રહા હતી, તે હવે તેમના તરફ ફેરી અને બોલી : “હું તારી સાથે ક્યાં વાત કરું છું?”
પછી તે સિપાઈઓ તરફ ફરીને બોલી -
“જુએ જવાને, તમે જોયું કે, હું તે તેના મોં ઉપર ઘૂંકી છું. નું નગરપતિ હોવાથી મને અહીં થાણામાં ડરાવવા આવ્યો છે, પણ હું તારાથી ડરતી નથી. હું તે મારા જાવર્ટ સાહેબથી જ ડ; બીજા કોઈથી
નહિ.”
આટલું કહીને પછી તેણે જાવટે તરફ જોઈને કહ્યું:
“માણસે ન્યાય તો તોળવો જ જોઈએ ને? અને હું જાણું છું કે આપ સાહેબ કેટલા બધા ન્યાયી છો, આપે તે કાયદો અને વ્યવસ્થા જાળવવા મને પકડી લીધી; પરંતુ આપે જયારે જાણ્યું કે, મારી નાની દીકરી ભૂખે મરતી થઈ જશે, ત્યારે આપે તરત મને છૂટી કરવાનો હુકમ આપ્યો. હા સાહેબ, તમે મને જરૂર કહી શકો કે, “ડીમચી, હવે ફરી આવું ન કરતી.” પરંતુ સાહેબ, હું કદી હવે એવું નહિ કરું. સદુહસ્થ લોકો જરા હસવા માટે અમારા જેવીને થે અડપલું કરે પણ ખરા; એમાં વળી અમારે ચિડાવું શું? સાહેબ, મારી તબિયત ખરાબ રહેતી હતી એટલે; બાકી તો એટલા બરફથી હું ખિજાઈ ન જાત.”
પછી સિપાઈઓ તરફ ફરીને તે બોલી “ જુઓ દસ્તે, જાવર્ટ સાહેબે મને છૂટી કરી છે, એટલે હવે હું જાઉં છું. ઠીક ત્યારે, આવજો સાહેબ!” આટલું કહી તે ઉલાળો ઊંચો કરીને બારણું ઉઘાડવા જ જતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org