________________
લે મિરાન્ડ હતી કે તરત જાવર્ટ જાણે ઊંઘમાંથી ચેંકી ઊઠ્યો હોય તેમ માથું ઊંચું કરી, વિકરાળ ચહેરો કરીને બોલ્યો,
“સારજન્ટ, જોતા નથી કે પેલી ડાકણ નાસી જય છે? કોણે તમને તેને છોડી મુકવાનું કહ્યું?”
મેં.” મેં. મેડલીને જણાવ્યું.
ફેન્ટાઈને જાવર્ટને અવાજ સાંભળતાં જ નકૂચા હાથમાંથી છોડી દીધો;– પકડાઈ ગયેલો ચેર ચોરેલી વસ્તુ હાથમાંથી મૂકી દે તેમ. પછી એક પણ અક્ષર બોલ્યા વિના તે જાવર્ટ તથા મેડલીન સામે વારાફરતી તેઓ બોલતા ગયા તેમ તેમ ફાટેલી આંખે અને રૂંધાતે હૈયે જોતી ઊભી રહી. જાવર્ટનું ભેજું હવે ઠેકાણે હોય તેમ લાગતું ન હતું; નહિ તે નગરપતિને હુકમ સાંભળ્યા પછી તેણે સારજન્ટને આ રીતે હુકમ આપ્યો ન હેત. નગરપતિની હાજરી શું તે ભૂલી જ ગયો? કે પછી તે પિતાની જાતને એમ સમજાવી શક્યો કે, કઈ પણ સત્તાવાળો એવો હુકમ આપી જ ન શકે? કે પછી તેણે નક્કી કર્યું હતું કે, અત્યારે તેણે પિતે કાયદો, વ્યવસ્થા, નીતિ, રાજસત્તા અને સમાજના પ્રતિનિધિ બની જઈ, તે સૌની વતી આ ધૃણાપાત્ર ગુનેગારો સામે અડગ ઊભા રહેવાનું છે? ગમે તે હે, પણ નગરપતિએ જયારે કહ્યું કે, “મેં,” ત્યારે જાવર્ટ ફીકા મોંએ તથા ભૂરા પડી ગયેલા હોઠો સાથે નગરપતિ તરફ ફર્યો અને બોલ્યો :
“મ. નગરપતિ સાહેબ, એ નહિ બની શકે.” “શાથી?” “આ તુચ્છ પ્રાણીએ એક સગૃહસ્થનું અપમાન કર્યું છે.”
“ઇસ્પેકટર જાવર્ટ, જુઓ સાંભળો; તમે પ્રમાણિક માણસ છો, એટલે તમને ખુલાસો કરીને સમજાવતાં મુશ્કેલી નહિ પડે. સાચી વાત એમ છે કે, તમે આ છોકરીને પકડીને લઈ જતા હતા તે વખતે હું તે તરફ થઈને જતા હતા. લોકોનું ટોળું ત્યાં જ ઊભું હતું; મને તપાસ કરતાં બધી વાત સમજાઈ છે. પેલા માણસને જ વાંક હતો, અને ખરું જોતાં તમારે આને બદલે તેને જ કેદ પકડવો જોઈતો હતો.”
જાવટૅ વિરોધ કરતાં કહ્યું :
“આ તુચ્છ પ્રાણીએ હાલમાં અહીં જ મેં. નગરપતિનું પણ અપમાન કર્યું છે.”
એ મારે પિતાને લગતી વાત છે,” મે. મેડલીન બોલ્યા, “મારું અપમાન એ કદાચ મારું જ અપમાન કહેવાય; અને હું તે માટે મને ઠીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org