________________
લે મિઝરાઇલ
આટલું બાલી તે એકદમ હસી પડી, અને મોં. મેડલીનના માં ઉપર ટૂંકી. માં, મૈડલીને પેાતાનું માં લૂછી નાખ્યું અને કહ્યું, “ ઇન્સ્પેકટર જાવર્ટ, આ બાઈને મુક્ત કરો.
પર
ક્ષણભર તો જાવર્ટને પોતાની ઇન્દ્રિયા ખરેખર ઠેકાણે છે કે કેમ, એની જ શંકા થઈ આવી. એક બજારુ સ્ત્રીને નગરપતિના મોં ઉપર થૂંકતી નજરે જોવી એ એક એવી ભયંકર વસ્તુ હતી કે જેની કલ્પના પણ મનમાં લાવવી એ અપરાધ ગણાય. બીજી બાજુ તેના મનમાં તરત જ સામે એ વિચાર પણ ધસી આવ્યા કે, આ સ્ત્રી જે વર્ગની છે, તે જ વર્ગના કદાચ નગરપતિ થઈ બેઠેલા આ માણસ પણ હાવાને સંભવ છે; તો પછી આ ગુનેગારોની દુનિયાના લાકો એકબીજા પ્રત્યે આથી વિશેષ શું સારું વર્તવાના હતા? પરંતુ તેણે જ્યારે નગરપતિને પેાતાના માં ઉપરથી થૂંક લૂછી કાઢીને,
•
આ બાઈને મુક્ત કરો' એવું બેાલતા સાંભળ્યા, ત્યારે તે તે આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયા. તેનામાં વિચાર કરવાની તથા બાલવાની કશી તાકાત જ ન રહી.
નગરપતિના શબ્દોએ ફેન્ટાઇન ઉપર પણ એવી જ અજબ અસર કરી. તે લથડિયું ખાતી ખાતી કથાના ટેકો લઈને સ્થિર ઊભી રહી; તથા પેાતાની જાત સાથે વાત કરતી હેય તેમ ધીમેથી ગણગણી -
.
મુક્ત કરો ? તો શું મારે છ મહિના જેલમાં નહિ જવું પડે? કોણ આ બાલ્યું ? સાચી વાત છે ? મને કદાચ ઊંધું સંભળાયું હશે. આ સેતાન નગરપતિ તે તેનું બાલે જ નહિ. તો શું આપે – ઇન્સ્પેકટર સાહેબે -- જાવર્ટ સાહેબે – મને મુક્ત કરવાના હુકમ આપ્યા ? તે। સાહેબ, હું મારી બધી વાત આપને કહું તે સાંભળેા; તે સાંભળી આપ જરૂર મને જવા દેશે. આ ચરો બદમાશ નગરપતિ મારા બધા દુ:ખનું અને પાયમાલીનું કારણ છે. કેટલીક નવરી ડાકણા માટે માટે ગમે તેવી વાતો કરવા માંડી, તે ઉપરથી આણે મને નેકરીમાંથી એકદમ કાઢી મૂકી, જુઓ તે ખરા ! પેાતાનું કામ સારી રીતે કરતી એક બાઈને આમ રોજગાર વિનાની રઝળતી કરી મૂકવી, એ શું પુરુષ માણસનૂં લક્ષણ કહેવાય ? પછી રોજગાર વનાની થઈ ગઈ એટલે મારે આ ધંધા કરવા પડ્યા. આપ લોકો, પોલીસના સાહેબે મહેરબાની કરીને એક સુધારો દાખલ ન કરાવી શકે ? જુને સાહેબ, આપને સમજાવું. એક ખમીસ સીવવાના બાર સૂ મળતા હોય, પણ આ કેદખાનાન નવરા લાકો સરકારને સ ખાઈ-પીને સાત સૂએ કપડાં સીવી આપે, તેથી બહારનાં પ્રમાણિક મજૂરી કરનારાંઓને કેટલાં બધાં સોરાળુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org