________________
“તારા હૃદયને અંધારપટ દૂર થાઓ!' ૫૫
વર્ટ સાહેબ, મારો કશો વાંક નથી. હું પેલા સદગૃહસ્થને ઓળખતી પણ નથી. હું મારી મેળે બારી પાસે ફરતી હતી, અને તેમણે ગમે તે બોલીને મને નાહક ચીડવ્યા કરી. હું પોતે જરા પણ બેલી ન હતી; મને થયું, ભલે એઓ સાહેબ થોડે આનંદ કરે. પરંતુ તેમણે વિના કારણ મારી બોચી નીચે બરફ સરકાવી દીધે; અને એથી હું એકદમ ચિડાઈ ગઈ. મારી તબિયત સારી રહેતી નથી; અને એકદમ બરફ બોચી નીચે આવ્યો એટલે તેમને ટોપે પડી ગયો, પણ તે શા માટે ચાલ્યા ગયા ? હું તેમની માફી માગવા તૈયાર છું. મને આટલો વખત જવા દે, જવર્ટ સાહેબ. જેલમાં દિવસના સાત સૂ જ કમાણી થઈ શકે છે, અને વિચાર કરો, મારે સૌ કૂક મોકલવા જ જોઈએ; નહિ તે તેઓ મારી માંદી દીકરીને શેરીમાં હાંકી કાઢશે. એ બિચારી આ ઠંડીમાં ક્યાં જશે? સાહેબ, તેની ઉપર તો દયા લાવો. તે જરા મોટી હોત તો તે કંઈ કામકાજ કરીને પણ કમાઈ લેત. પણ અત્યારે તે તે બહુ નાની છે. હું ખરાબ જાતની સ્ત્રી નથી સાહેબ, પણ કારખાનામાંથી કાઢી મૂકી, અને મારે મારી દીકરી માટે પૈસા મોકલવાના હતા એટલે.”
બસ, હવે ચૂપ કર.” જાવટે બોલ્યો: “મેં બધું સાંભળી લીધું. તને છ મહિના મળ્યા છે; ભલો ભગવાન પણ તેમાં ફેર કરી શકે તેમ નથી.”
ગંભીરતાથી બેલાયેલું આ વાક્ય સાંભળતાં જ ફેન્ટાઇન, “દયા, યાદ!” એવું ગણગણતી ઢગલે થઈને ગબડી પડી. જાવટે પીઠ ફેરવી લીધી. પોલીસેએ તેનું કાંડું પકડી તેને ઊભી કરવા માંડી. આ અગાઉ થોડો વખત થયાં એક માણસ કોઈ ન જુએ તેમ અંદર દાખલ થયો હતો, અને બારણું બંધ કરી તેને અઢેલીને ઊભો રહ્યો હતો. ફેન્ટાઇનની બધી આજીજીએ તેણે સાંભળી હતી. તે હવે અંધારામાંથી બહાર આવ્યો અને બોલ્યો, “ જરા થેભો !”
જાવટે આંખ ઊંચી કરી અને મોં. મેડલીનને ઓળખ્યા. તેણે ટોપ માથેથી ઊંચે કર્યો અને કઢંગી રીતે જરા નમન કર્યું.
“નગરપતિ સાહેબ, આપ શું –”
“નગરપતિ” એ શબ્દોએ ફેન્ટાઇન ઉપર વિચિત્ર અસર કરી. તે અચાનક જમીન ઉપરથી સીધી ઊછળી, તથા કોઈ રોકે તે પહેલાં તે મ. મેડલીનની સામે જઈને ઊભી રહી અને તેમની સામું ફાટેલી આંખે જોતી બોલી :
“તે, નું નગરપતિ છે કેમ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org