________________
૫૪.
લે મિઝરાયલ ધાંધલ સાંભળી થોડી વારમાં હોટેલમાંથી બધા ઓફિસરો સામટા બહાર નીકળી આવ્યા; રસ્તે જનારા પણ ટોળે વળ્યા. સૌ તાળીઓ તથા બૂમો પાડી ટીખળ કરતા બંનેને વકરાવવા લાગ્યા. બેમાંથી પુરુષ કોણ છે અને સ્ત્રી કોણ છે તે ઓળખાય તેમ ન હતું; પુરુષને ટેપો નીચે પડી ગયો હતે અને પેલી સ્ત્રીને માથે વાળ અને મોંમાં આગલા દાંત ન હતા. ચીસો અને બુમો પાડતી તે સ્ત્રી લાત, મુક્કા અને નહોરથી પેલાની બરાબર ખબર લેતી હતી. અચાનક ટેળામાંથી એક ઊંચે માણસ ધસી આવ્યો અને એ
સ્ત્રીને તેનાં કાદવથી ખરડાયેલાં કપડાંથી પકડીને બોલ્યો, “ચાલ મારી સાથે.” સ્ત્રીએ માથું ઊંચું કર્યું અને જાવર્ટને ઓળખ્યો. તેને ગુસ્સાભર્યો અવાજ એકદમ મરી ગયો; તે તદ્દન ફીકી પડી ગઈ અને ભયથી ધ્રુજવા લાગી. દરમ્યાન પેલે હરામી જુવાનિયો નાસી ગયે.
જાવટે ટેળાને વિખેરી નાખ્યું અને પછી લાંબી ફલંગે ભારતે તે પેલી બાપડીને લગભગ ઘસડતો થાણે લઈ ચાલ્યો. પ્રેક્ષક થોડે દૂરથી આનંદની કિકિયારી કરતા અને મજાક ઉડાવતા પાછળ ચાલ્યા. થાણું આવતાં સંત્રીએ એ બધાને બહાર રોકી રાખ્યા. જાવટે ટેબલ આગળ બેસી કાગળ કાઢયો. ફ્રેંચ કાયદામાં આ વર્ગની સ્ત્રીઓને પોલીસની જ મુનસફી ઉપર છોડી દીધેલી હોય છે. તેઓ તેમને જે કૈક લાગે તે સજા કરી શકે, તથા તેમની બે મિલકત અર્થાતુ તેમનો ધંધે અને તેમની સ્વતંત્રતા જપ્ત કરી શકે. વર્ટે પોતાની નજર સામે સમાજના એક પ્રતિનિધિ ઉપર બધી મર્યાદાઓ બહારના એક તુચ્છ પ્રાણી વડે હુમલો કરાતો જોયો હતો: એક વેશ્યાએ એક ગૃહસ્થ અને મતદારનું અપમાન કરી, તેને શારીરિક વ્યથા પહોંચાડી હતી. જાવર્ટ મક્કમતાથી અને શાંતિથી લખે ગયો. ફેન્ટાઇન એક શબ્દ પણ બોલ્યા વિના લગભગ મૂછવશ દશામાં એક ભીંત પાસે લપાઈને ઊભી રહી. લખવાનું પૂરું થતાં જાવટૅ સંત્રીને કહ્યું, “ત્રણ પોલીસે સાથે લઈને જાઓ અને આને જેલમાં પૂરી દો.” ફેન્ટાઈન સામે ફરીને તેણે કહ્યું, તને છ મહિનાની કેદની સજા કરવામાં આવે છે.”
તે બિચારી પગથી માથા સુધી જી ઊઠી.
“છ મહિના! છ મહિના જેલમાં! બાપરે, મારી વહાલી કૉસેટનું શું થશે? ઇન્સ્પેકટર સાહેબ, થેનારડિયરોનું મારે સે ફ્રાંક દેવું છે.”
આવું કંઈક તે બોલતી રહી અને પોલીસે તેને બધાંનાં પગલાં પડવાથી કાદવવાળા થયેલા ભેંયતળ ઉપરથી ઘસડીને લઈ ચાલ્યા. તે બિચારી પોતાના પગ ઉપર ઊભી થઈ શકી જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org