________________
૪૭૬
લે મિરાલ્ડ તમારે ઘેરથી જવા જ ન દીધો હોત. અને તમારી વચ્ચે હું રહ્યો હોત તે તમને સૌને મૂંઝવણમાં મુકાવું પડત.”
શી મૂંઝવણ? શાની મૂંઝવણ? અને તમે શું એમ માને છે કે, હવે તમે એક દિવસ પણ અહીં રહી શકશો? અમે તમને અમારે ત્યાં લઈ જવા જ આવ્યાં છીએ.. બાપ રે! કેવી અચાનક જ આ બધી વાત મારા જાણવામાં આવી ! નહિ તે હું કેવા અંધારામાં રહી જાત? અને મારે હાથે કેવું પાપ થઈ બેસત? આવતી કાલે તમે આ ઘરમાં નહિ જ છે, એ હું તમને કહી દઉં છું.”
“આવતી કાલે?” જીન વાલજીન ફીકું હસીને બોલ્યો, આવતી કાલે હું અહીં નહિ હોઉં એ વાત ખરી છે; પણ આવતી કાલે હું તમારે ત્યાં પણ પણ નહિ હોઉં.”
“ નહિ નહિ, હવે અમે તમને તમારી મરજી મુજમ લાંબી મુસાફરી કરવા દેવાનાં નથી. તમારે અમારી મરજી મુજબ જ હવેથી વર્તવાનું છે.”
આ વખતે બાપુ, તમારી કશી આડાઈ ચાલવાની નથી,” કૉસેટે ઉમેર્યું. “અમે નીચે ગાડી લઈને જ આવ્યાં છીએ, અને તમે નહિ માને તે અમારે બળ વાપરવું પડશે.”
આમ બોલી તેણે જીન વાલજીનને જાણે ઊંચકવા જતી હોય તેમ તેના બંને હાથ પકડ્યા; પણ તેના હાથને અડકતાંની સાથે જ તે ચમકીને બમ પાડી ઊઠી : “બાપુ, તમારા હાથ આટલા બધા ઠંડા કેમ છે?”
8
જુવાનિયાં હતાં તેમ છતાં મેરિયસ અને કૉસેટને ખબર પડ્યા વિના ન રહી કે, જીન વાલજીનની આ આખરી ઘડીઓ છે.
જીન વાલજીન ઈશ્વરને આભાર માન્યા જ કરતા હતા અને રાજી થઈ થઈને કૉસેટ સામે જોતા હતા તથા મેરિયસના વહાલયા મોં સામે નજર કર્યા કરતો હતો. વારંવાર તે એક જ વાત મેરિયસને ઠસાવવા ઇચ્છતા હતે. કે, કૉસેટના પૈસા તેણે પિતાના ધંધામાં પ્રમાણિકપણે મેળવેલા છે; અને તે વાપરવામાં કશે સંકોચ ન રાખો.
કૉલેટ એક તીણી ચીસ પાડીને બોલી ઊઠી : “બાપુ, મારા બાપુ! તમારે જીવવું જ પડશે, સાંભળો છો?”
હા, હા, તું મને ન મરવાનો હુકમ કર ! કદાચ હું તારો હુકમ માથે પણ ચડાવું. તમે લોકો આવ્યાં ત્યારે હું મરવાની જ તૈયારીમાં હતા, પણ હવે મને કંઈક ઠીક લાગે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org