________________
આટલું બધું અજવાળું શાનું?
૪૭૫ નહિ થવા દે? હું બહુ લાચાર માણસ છું; હે પ્રભુ! મારે દેવદૂતના સ્પર્શની બહુ જરૂર છે.' અને દેવદૂત તે તે વખતે દાદર જ ચડતે હતે. મારી કૉસેટ મને પાછી જોવા મળી ! હે ભગવાન, હું કેટલો બધે દુઃખી થતો હતે? હવે હું સુખે મરી શકીશ.”
પછી મેરિયસ તરફ જોઈને તે ક્ષમા માગતે અવાજે બોલ્યો
બૅરન સાહેબ, હવે બહુ વખત બાકી નથી; મને આ અંતિમ ક્ષણમાં તેને કોસેટ કહેવા દે; તમને એ નથી ગમતું, પણ સાહેબ, માણસ તેની છેલ્લી ઘડીએ બહુ લાચાર બની જાય છે –”
મેરિયસ આ શબ્દોથી છેક જ ભાંગી પડ્યો. તે ડૂસકાં ખાતો છે, “કૉસેટ, સાંભળે છે ? બાપુ આમ જ કરતા આવ્યા છે ! તે મારી ક્ષમા માગે છે; પણ તેમણે મારે માટે શું કર્યું છે તે તું જાણે છે? તેમણે મારી જિંદગી બચાવી છે અને વધુમાં તો પિતાની છાતીએથી વછોડીને તને મારા જેવા કતદનીને આપી દીધી છે. અને એ બધું પોતાની જાતને ભેગે ! કૈસેટ, આ માણસ નથી – દેવ છે. તારા આ પરમ પિતાને જરા સમજાવ અને મારા તરફ પોતાના પુત્ર જેવી જ નજરે જુએ એમ કહે. નહિ તો હું તેમના ખાટલા ઉપર જ માથું ફોડવાને છું. મરચામાં આવવું, મને લઈને ભૂગર્ભ-સુરંગમાં થઈને કળણ પાર કરવું – આ બધું સ્વાર્પણ, આ વીરતા, આ બધી કરુણાળુતા એમનામાં જ એકી સાથે ભારોભાર ભરેલાં છે. એ દેવપુરુષ છે! દેવ છે!”
જીન વાલજીન નવાઈ પામી જોઈ રહ્યો અને બોલ્યો, “આ બધું તમે શું કહો છો? તમને એ બધું કોણે કહ્યું?”
પણ મેરિયસ તો વઢતો હોય તેમ બોલ્યું ગયો, “પણ તમે આ કશું મને શા માટે જાણવા ન દીધું? તમે શા માટે મને તમારાથી અળગો રાખ્યો? ઊલટા મારી આગળ પોતાને વિષે જ એવી વાત કહી ગયા જેથી તમારું સાચું સ્વરૂપ મારી જાણમાં જ ન આવે!”
મેં તમને સાચું જ કહ્યું હતું.” જીન વાલજીને જવાબ આપ્યો.
“ના, ના, પૂરેપૂરી વાત કહો તે જ તે સત્ય બને. અને તમે પૂરી વાત ન કહી, એટલે જ તમારી સાચી વાત પણ ખોટી બની રહી. તમે જાણી જોઈએ જૂઠું જ બોલ્યા, જેથી હું કોસેટની પેઠે તમારા આશીર્વાદ અને વહાલભર્યો હાથ ન પામું. તમે મને કેટલી બધી આકરી સજા કરી છે?”
પણ સુરંગવાળી વાત મેં તમને બધાને કહી હોત તે તમે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org