________________
મેરિયસ પગલાં ભરે છે
૨૪૧
જાણ્યા છતાં તેને સંબાધીને એક વાર પણ ‘માંશ્યાર’· શબ્દ વાપર્યો ન હતા. ઇન્સ્પેકટરે મેરિયસ તરફ પેાતાની નજર વળી વધુ સ્થિર કરીને જોયું અને કહ્યું :
39
“ તમે હવે એક બહાદુર તથા પ્રમાણિક માણસની પેઠે બેટા. હિંમત વાળા ગુનેગારથી ડરતા નથી, અને પ્રમાણિક માણસ પોલીસથી. મેરિયસે તેને વચ્ચેથી જ રોકીને કહ્યું:
“ એ તો ઠીક; પરંતુ તમે કરવા શું માગેા છે તે તો કહેા.” ઇન્સ્પેકટરે જવાબમાં માત્ર કહ્યું, “ એ મકાનમાં રહેનારા બધા ભાડવાત
રાતે અંદર દાખલ થવા માટે દાદરના બારણાના ઉલાળાની ચાવી રાખે છે; તમારી પાસે પણ હશે ?”
66
" હા.
66
એ ચાવી મને આપી દો.”
મેરિયસે પોતાના વાસ્કોટના ખીસામાંથી ચાવી કાઢીને ઇન્સ્પેકટરને આપી અને જણાવ્યું:
“મારી સલાહ માના તો તમે વધુ માણસા લઈને આવજો.”
ઇન્સ્પેકટરે જવાબમાં માત્ર પેાતાના ભારે ઓવરકોટનાં બે જંગી ખીસાંમાં પેાતાના બે હાથ નાખ્યા અને અંદરથી બે નાની પાલાદી પિસ્તોલે એકીસાથે કાઢીને મેરિયસને આપતાં કહ્યું :
86
આ લઈને તમારે ઘેર પહોંચા, અને તમારી ઓરડીમાં અન્ય ચી છાનામાના ધૂસી જાઓ. તેને એમ જ લાગવું જોઈએ કે તમે .બહાર ચાલ્યા ગયા છે. આ પિસ્તોલા ભરેલી છે. દરેકમાં બબ્બે કાસ્નૂસ છે. તમારે તમારી રીના બાકામાંથી બધું જોયા કરવું. એ માણસા આવશે. તેમને તેમના કામમાં ઘેાડા આગળ વધવા દેશે. પછી જ્યારે તમને લાગે કે હવે છેવટની અણી આવી ગઈ છે, ત્યારે તમારી ઓરડીની છત તરફ આમાંની એક પિસ્તાલી ફોડો. પણ જરાય ઉતાવળ ન કરો. પછી બાકીનું હું સંભાળી લઈશ. ’
.
મેરિયસે પિસ્તોલા લઈને પોતાના કોટના અંદરના ખીસામાં મૂકી દીધી. “ હવે તમે એક મિનિટ પણ ન ગુમાવે. '' ઇન્સ્પેકટરે ઉમેર્યું. “ કેટલા વાગ્યા છે? અઢી! જુઓ ત્યારે, મારે માટે પણ વધુ સમય બાકી રહ્યો નથી. પરંતુ મેં કહ્યું તેમાંનું કશું ભૂલતા નહિ. તમે પણ વકીલ છે એટલે આવી બાબતમાં છેવટની અણી કઈ કહેવાય તે બરાબર સમજી શકશે લે મિ૦ - ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org