________________
૩૭ર
લે મિરાલ્ડ હવે કાંઈ?”
મને આ થાંભલા સાથે બાંધ્યો છે તેથી અગવડ થાય છે. આખી રાત મને આમ ઊભે બાંધી રાખે એ ભલમનસાઈ ન કહેવાય.”
બંદૂકની કારતૂસો બનાવવા જે ટેબલને ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હવે ખાલી પડ્યું હતું. બીડ ટેબલ ઉપર તે બેફ મહાશય પહેલા હતા. એલસના હુકમથી ચાર બળવાખોરોએ જવટને છોડીને અંદરના ઓરડામાંના તે ખાલી ટેબલ ઉપર સુવાડીને બાંધી દીધો. એ કોઈ પણ રીતે છટકી ન શકે તેટલા બધા બંધ તેઓએ તેને હાથે-પગે-શરીરે જુદા જુદા બાંધ્યા.
જ્યારે તેઓ જવર્ટને આ રીતે બાંધતા હતા, ત્યારે બારણામાં ઊભેલો એક માણસ તેના તરફ બરાબર તાકી તાકીને જોઈ રહ્યો હતો. તેને પડછાયો મોં ઉપર આવતાં જાવટૅ મેં ફેરવીને જોયું. તેણે તરત જીન વાલજીનને ઓળખી કાઢયો. તે જરા પણ ચેકડ્યો નહિ. માત્ર તુમાખીથી તેણે પાંપણ નીચી વાળી દીધી. તે માત્ર એટલું જ બોલ્યો, “સ્વાભાવિક છે!”
સૂમસામ શેરીઓ ઉપર સૂર્યને પ્રકાશ હવે પથરાવા લાગ્યો. નિર્જનતાને કારણે એ શેરીઓ રાત્રિના અંધકાર કરતાં વધુ ભયંકર લાગવા માંડી.
મોરચામાં ઊભેલા તૈયાર થઈ ગયા. પાછળના નાના મોરચાને હવે બંધ કરી દેવામાં આવ્યો : થી વધુ ફરસબંધી ઉખેડી નાખવામાં આવી. ત્રણ શેરીએ તરફ મોરચાની ભીંતથી બંધ થયેલે આ મેર હવે સુરક્ષિત બની ગયો. પણ કોફૈરાકે હસતાં હસતાં કહ્યું તેમ, એ કિલ્લો ન હતો, પણ ઉદરનું પાંજરું હતું! બહાંરથી આવનાર છે તેથી તેને તેડી શકે, પણ હવે અંદર રહેલા માત્ર હાથપગની મદદથી બહાર ન જઈ શકે તેટલે મજબૂત તે બન્યો હતો! એન્જોલરશે વીશીના બારણા આગળ પણ ફરસબંધીના ત્રીસેક પથરા ગવાવી દીધા.
આખરી હુમલો જ થવાનું હતું, એટલે દરેક જણે પિતે વધુ અસરકારક બની શકે તે રીતની જગા પસંદ કરી લીધી. દરેક જણ આવે વખતે મારવાની સરળતા શોધે છે અને મરવાની સગવડ ધે છે.
થડી વારમાં સામે સાંકળોને ખણખણાટ અને ભારે પૈડાંને ગડગડાટ સંભળાવા લાગ્યો. એક જંગી તેપ ખેંચી લાવવામાં આવી હતી. તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org