________________
નવા ચહેરાની પિછાન-૧ ૧૪s છે આ છોકરાને પણ શેરી સિવાય બીજી કોઈ જગાએ નિરાંત લાગતી નહિ. કારણ કે શેરીને પથરા તેની માના હૃદય કરતાં ઓછા કઠોર હતા. તેનાં માબાપે તેને જીવનમાં ફગાવી દીધો હતો અને બચપણથી તેને પિતાની જ પાંખો વાપરવી પડી હતી. તેને ચહેરો લુચ્ચાઈ અને માંદગીના મિશ્રણરૂપ હતો. તે આવતે, જતા, ઠેકડા ભરત, શેરીઓ અને ગટર ફિસ, તથા થોડુંઘણું ઉઠાવગીરીપણું પણ કરતે; પરંતુ એ બધું બિલાડી તથા ચકલીઓની પેઠે મોજથી. તેને કોઈ 'બદમાશ” કહે તો તે હસતે, પણ કોઈ “થોર કહે તે ગુસ્સે થઈ જતો. તેને પથારી નહોતી, રોટ ન હતી, ચલો ન હતો, પ્રેમ ન હતો : છતાં તે ખુશ હતા, કારણ કે તે સ્વતંત્ર હતા. જ્યારે આવા છોકરાઓ માણસો બને છે, ત્યારે સમાજની ઘંટી હંમેશ તેમ( દળી નાખે છે; પણ જ્યાં સુધી તેઓ નાના હોય છે, ત્યાં સુધી તેઓ છટકી જાય છે, કારણ કે દાટીને નાનામાં નાનો ખાડે તેમને બચાવી લે છે.
આવો છેક જ તાયેલો હોવા છતાં, આ છોકરાને બે ત્રણ મહિને એમ થઈ આવતું કે, “ચાલો આજે જઈને મમીને મળી આવીએ.' તરત તે એવન્યૂને લત્તો છોડત, અને પુલ એલંગી બરાબર પેલા મકાન આગળ આવી પહોંચતો જેને ટપાલીઓ નં. ૫૦–પર નામે ઓળખતા. આપણા વાચકો, કદાચ, એને જીન વાલજીન કોસેટને થેનારડિયરને ત્યાંથી લાવ્યા બાદ જયાં રહ્યો છે તે ડોસીવાળા મકાન તરીકે ઓળખે છે. એ મકાન સામાન્ય રીતે ખાલી જ રહે , અને હંમેશાં તેના ઉપર “ઓરડા ભાડે મળશે’નું પાટિયું ઝૂલ્યા કરતું. પણ નવાઈની વાત એ છે કે, હમણાં હમણાં તેમાં કેટલાક ભાડવાતે રહેતા હતા, જેમને એકબીજાની કશી ઓળખાણ ન હતી. પૅરિસ શહેરમાં એમ હંમેશ બનતું હોય છે. એ બધા પેલા ગરીબ વર્ગના જ હોય છે, જેની શરૂઆત મુશ્કેલીમાં આવી પડેલા નાના વેપારીથી થાય છે; અને છેવટે જે એક પ્રકારની દરિદ્રતામાંથી બીજા પ્રકારની દરિદ્રતામાં થઈને પેલા બે પ્રકારના માણસ બની રહે છે, જેમની પાસે સંસ્કૃતિની બધી ભૌતિક ચીજો અંતે આવી પહોંચે છે. ઝાડુવાળ અને ચીંથરાં વીણનારો.
જન વાલજીનના વખતની ઘરવાળી ડોસી મરી ગઈ હતી, અને તેના જેવી જ બીજી અત્યારે તેની જગાએ આવી હતી.
એ મકાનમાં જેઓ અત્યારે રહેતાં હતાં, તેમાં સૌથી વધુ મુફલિસ કહેવાય એવું ચાર જણનું એક કુટુંબ હતું – બાપ, મા, અને લગભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org