________________
૩૮ નવા ચહેરા: નવી પિછાન–૧ ઉપર નેધેલી હકીકતથી આઠ કે નવ વર્ષો બાદ ટેપલ-એવન્યૂ અને પાણી-મહેલના લત્તાઓમાં અગિયાર કે બાર વરસને એક છોકરો નજરે પડત. તે કોને છોકરો હતે? પેરિસ શહેરન! - શહેરોને પણ છોકરો હોય છે; અને જેમ શહેર મોટું, તેમ તેને આવાં રઝળતાં છોકરાની સંખ્યા પણ મોટી છેશહેરોમાં જ એ કાદવ પૂરતા પ્રમાણમાં હોય છે, જેની માટીની એ કાયાઓ ઘડાય છે.
શહેરનું આ સંતાન રોજ પેટપૂર અન નથી પામતું; તેની પીઠ ઉપર કશું ઢાંકણ નથી હોતું; પગ નીચે પગરખું નથી હોતું; અને માથા ઉપર છાપરું નથી હોતું. શેરીમાં રઝળ્યા કરવું, ખુલ્લામાં સુઈ રહેવું, ટી નીચે પહોંચતું બાપનું જનું પાટલૂન પહેરવું, કાન સુધી નીચે ઊતરે એ બીજા બાપને ટોપ માથે મૂકે, હંમેશાં જતા રહેવું, હમેશાં શોધતા રહેવું, વખત મારવો, થાંભલા અને ભીતને ટોચવાં-રંગવાં કે ચીતરવાં, ગાળો અને ગીત ઉચ્ચાર્યા કરવાં, હોટેલ-પીઠાંનાં બારણાં આગળ ભટકવું, શહેરના ભયંકર ચોર-ડાકુઓની જાણમાં રહેવું, શેરીની રખડેલ છોકરીઓને સંપર્ક રાખ, દિવસે ખાવાનું ન મળ્યું હોય છતાં રાતે ગમે તેમ કરી નાટક-ખેલતમાશામાં અચૂક હાજરી આપવી; –અને આટલું છતાં અંદરખાનેથી તનમનમાં તાજગીભર્યા રહેવું! કારણ કે, બાળકોના અંતરમાં નિર્દોષતાનું જે મેતી હોય છે, તે કાદવમાં પણ ઓગળતું નથી.
નકામી ચીજો તેના હિસ્સામાં ઘણી છે, જરૂરી બધી ચીજોની તેને ટાંચ છે. ઈકવરને આપેલો ચેતન જીવાત્મા તેને છે, ધરતીએ આપેલી માટીની કાયા તેને છે; રાજદરબારમાં બિરાજતા મોટામાં મોટા દરબારીની બધી બદમાશી, બધું સાહસ, બધી ચાલાકી અને બધા પુરુષાર્થ તેનામાં છે. પણ સમાજમાં મળતા ઉછેર તેને નથી; અને બધી ગુપ્ત શક્તિઓને બળમાં પરિણીત કરનાર શાન-પ્રકાશ તેનામાં નથી. તેને પ્રકાશ મળે, તે રોગ અને ગુનાના હિમને બદલે પુરુષાર્થની ગરમી અને હુંફ સમાજને પાછાં મળે. પણ સમાજ તેને પ્રકાશ આપે છે!
આપણે જે નમૂનાની વાત કરવા માગીએ છીએ, તેને મા અને બાપ બંને હતાં; છતાં બાપ કદી તેને વિચાર કરતે નહિ, કે મા તેને કદી ચાહતી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org