________________
પડદો પડે છે બિશપ સાથે સરખાવતે, ત્યાં સુધી તે પોતાને છેક જ અપાત્ર માન, અને નમ્ર બની રહેતો; પરંતુ છેવટને થોડો સમય થયાં તેને બાકીનાં માણસે સાથે સરખામણી કરવાની થઈ હતી, અને તેનામાં થોડેક આત્મપ્રશંસાને ભાવ જાગવા લાગ્યો હતો. અને કોને ખબર, ધીમે ધીમે તે બીજા માણસે પ્રત્યે ધિક્કારની લાગણીમાં પરિવર્તન પામો હેત – પણ મઠના જીવનથી એ પરિવર્તન અટકી ગયું.
વહાણ ઉપરના કેદીઓની સરખામણીમાં શાહીબી સાધ્વીઓનું જીવન જરા પણ મુક્ત કે હળવું ન હતું. પરંતુ પેલા કેદીએ તો ભયંકર ડોકુએ, ખૂની અને રાક્ષસો હતા; ત્યારે આ સાધ્વીઓ નરી નિર્દોષતાના અવતાર સમી હતી. આ બધી કઠોરતા, આ બધું નિયંત્રણ તે સાધ્વીઓ પિતાના કોઈ દોષની સજા રૂપે વહરતી ન હતી, પરંતુ માનવજાતના અર્થાત્ થી ગાગોના દોષે ભાર ઓછો થાય તે માટે જાણીબૂજીને વેઠતી હતી. જીન વાલજીનના મનમાં આ વિચાર આવતા ત્યારે તે ઘૂંટણિયે પડી પિતાનું માથું જમીનને અડકાડ. તેના નસીબમાં હજુ પણ સ્કૂલ નિયંત્રણ અને કપરું સંયમન જ વેઠવાનાં રહ્યાં હતાં, પરંતુ તે હવે તેને પરમ પિતાની અગાધ કરવામાં હૃદયને ખુલ્લું કરવાનાં દ્વાર રૂપ લાગવા માંડયાં.
આ પ્રમાણે ઈશ્વરનાં બે ધામોએ ખરી અણીને વખતે તેને બચાવી લીધો હત; પ્રથમ ધામે – જ્યારે બધાં બારણાં તેને માટે બંધ થયાં અને માનવ સમાજ તેને હડધૂત કરવા લાગ્યો ત્યારે; અને બીજા ધામે – એ જ માનવ સમાજ જયારે તેને ફરી વહાણ ઉપર મોકલવા શિકારી કૂતરાની જેમ તેની પાછળ પડયો ત્યારે. પહેલું ધામ જો તેના જીવનમાં ન આવ્યું હોત, તે તે કાળા ગુનાના પંજામાં ફરી પાછો ધકેલાઈ જાત; અને બીજે જે ન આવ્યું હતું, તે કારમી સજાના કઠોર અંધકારમાં તે લુપ્ત થઈ જાત. તેનું હૃદય આ વિચારથી પીગળી જતું, અને તે વધુ ને વધુ નમ્ર બનતો ગયો.
અનેક વર્ષો આમ પસાર થઈ ગયાં; અને કૉસેટ મોટી થવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org