________________
૧૭૦
લે મિરા શિલોંએ જન વાલજીનનું અલ્ટાઈમ નામ જણાવ્યું હતું; પણ સાધ્વીઓ તે તેને “બીજે ” જ કહેતી. એ સાધ્વીઓમાં જે જાવને ગુણ હોત, તો તે જોઈ શકી હેત કે જયારે કશું બહારથી લાવવાનું થતું, ત્યારે લંગડે ફર્વે જ બહાર જશે. બીજે ફોર્વે' કદી બાગની બહાર જતા નહિ. અને જીન વાલજીન બહાર રહેતો નીકળતો એ સારું જ હતું; કારણ કે, જાવટે એક આખો મહિનો એ ભાગમાં બારીક તપાસ ચાલુ રાખી હતી. - બાગના ખૂણાની ત્રણ એરડીઓમાંથી ફેશલએ જોરજુલમથી મોટી એરડી જ જીન વાલજીનને આપી હતી. જીન વાલજીન દરરોજ બાગમાં કામ કરતે. તેની ખેડૂત તરીકેની આવડત અને જુદા જુદા નુસખાઓની માહિતી તેને અહીં બહુ ઉપયોગી થઈ પડી. મઠની વાડીનાં બધાં ફળઝાડ ગામઠી હતાં; પણ થોડા વખતમાં જીન વાલજીને તે બધાને કલમ ચડાવી દીધી અને તેમને રૂડાં ફળ ઊતરવા લાગ્યાં.
કૉસેટને રોજ જીન વાલજીન સાથે એક કલાક ગાળવાની પરવાનગી હતી. સાધ્વીઓ તે મૌન તથા ઉદાસ પ્રકૃતિની હોય ત્યારે જીન વાલાજીન તે વાત્સલ્યમૂર્તિ સમો હતો, એટલે કૉસેટ તેની સાબતને ખાસ ઝંખતી. નિયત સમય થતાં જ તે દોડતી અમે કૂદતી ઝૂંપડીમાં આવી પહોંચતી અને આખા મકાનને સ્વર્ગથી ભરી કાઢતી. પિતાને કારણે કૉસેટને જે આનંદ થતે, તે જોઈને જીન વાલજીનને આનંદ પણ વધી જતું. બીજી છાયા તે મૂળ બિબ કરતાં કંઈક ઝાંખી હેય છે; પરંતુ આનંદ વસ્તુ તેથી ઊલટી છે. બીજામાં આપણે જે આનંદ ઊભો કરીએ છીએ, તે દ્વિગુણિત અને વધુ પ્રકાશિત થઈને આપણા તરફ પાછો ફરે છે. કોસેટના રમતગમતના સમય દરમ્યાન પણ જીન વાલજીન તેને ખેલતી કૂદતી દૂરથી જોયા કરતે, તથા તેના હાસ્યને બીજી બાળકીઓના હાસ્યથી તરત અલગ પારખી કાઢો. કારણ, કોસેટ પણ હવે હસવા લાગી હતી અને પ્રમાણમાં તેનો ચહેરો પણ બદલાતે જતે હતો. હાસ્યને ગુણ સૂર્યપ્રકાશ જે છે– માનવ ચહેરા ઉપરથી શિયાળાની પાનખરને તે હાંકી કાઢે છે. જયારે કૉસેટ તેના વર્ગમાં પાછી જતી, ત્યારે પણ જીન વાલજીને તેના શાળાના મકાનની બારીઓ તરફ જોયા કરતે, અને રાત્રે પણ ઊઠીને તે તેના સૂવાના ઓરડાની બારી તરફ નજર કરી લે.
ઈવરની કળા અકળ છે; અને કેસેટના પેઠે આ મઠને નિવાસ પણ જીન વાલજીનમાં બિશપે આરભેલું કાર્ય કાયમ રાખવામાં તથા ૫૨ કરવામાં બરાબર મદદગાર નીવડયો. જયાં સુધી તે પિતાની જાતને વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org