________________
પડદા પડે છે.
Re
નિરાંતને દમ ઘૂંટો. ફોશલવે એ પછી જીન વાલજીન તથા કૉસેટને તેમની સમક્ષ રજૂ કર્યાં. અધ્યક્ષ-માતા જીન વાલજીનને ઘરડા થવા આવેલે બ્રેઈને, તથા કૉસેટને સૂકી અને લગભગ કદરૂપા જેવી જેઈને સંતોષ પામ્યાં. કદરૂપી છોકરી મેટપણે સાધ્વી થવાનો સંભવ વધારે ખરો !
બીજે દિવસે બાગમાં બે ઘંટડીઓ સંભળાવા લાગી; અને સાધ્વીઓ પણ પોતાના બુરખાના છેડા થોડા ઊંચા કરીને ઍને અર્થ સમજવાની ઉત્કંઠા રોકી શકી નહિ. મઠમાં આ એક માટી બીના હતી; અને થાડી ગુસપુસ પછી મઠને ખૂણે ખૂણે વાત ફેલાતાં વાર લાગી નહિ કે, વે ડોસાના ભાઈને મદદનીશ તરીકે લેવામાં આવ્યા છે, અને તેની ીકરી મઠની શાળામાં જોડાઈ છે.
૩૭
પદા પડે છે
આપણી વાર્તામાં હવે આપણે એવી જગાએ આવી પહોંચ્યા છીએ, કે જ્યારે આપણે આપણાં પાત્રોની આઠ કે નવ વર્ષની લાંબી વિદાય લેવાના છીએ. જે સ્થળે આપણે તેમને છાડી જવાના છીએ, ત્યાં તેમનું જીવન શી શી શકયતાઓ વચ્ચે ગેાઠવાવાનું છે, તેને આછા ખ્યાલ તેથી આપણે
મેળવતા જઈએ.
મઠની શાળામાં દાખલ થતાં કૉસેટને ત્યાંના ધાળી ટોપીવાળા ભૂરો ગણવેશ પહેરવાના થયા, જીન વાલજીને વિનંતી કરીને કૉંસેટને જૂના પેાશાક ~~ અર્થાત્ થેનારડિયરને ત્યાંથી તેને લઈ આવતી વેળા પેાતે શાકના જે કાળા પોશાક તેને માટે લઈ ગયા હતા, તે માગી લીધે; અને કપૂર તથા બીજાં સુગંધી દ્રવ્યો ભભરાવી, બૂટ-માજાં સાથે એક નાની પેટીમાં તાળું વાસીને મૂકી દીધા. કૉંસેટે જ એક દિવસ તેને પૂછયું હતું, “બાપુ, આ સરસ સુગંધીવાળી પેટી શાની છે?"
ફોશલવે ડોસાને તેના સત્કૃત્યનો બરાબર બદલેા મળ્યા. પ્રથમ તે તેને પેાતાને આત્મસંતોષ થયા; બીજું, તેને હવે બાગમાં બહુ ઓછું કામ કરવાનું રહ્યું; અને ત્રીજું, તેને તપકીરની બહુ ટેવ હતી તે હવે ત્રણ ગણી સૂંઘવા લાગ્યા—અને તે પણ મેાટા ચપટા ભરીને; કારણ કે, મેડલીન બાપુ તેની કિંમત ચૂકવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org