________________
લે મિરાલ્ડ ગેચે તરત નાક નસીકવા જેવો અવાજ કાઢીને કહ્યું, “દીકરા, સફેદ રોટી, સફેદ! જોતું નથી, હું મહેમાનની પરોણાગત કરી રહ્યો છું?”
પેલાએ હસીને સફેદ રોટી હાથમાં લીધી, અને તેમની સામે જોતાં જોતાં નાના-મોટા ત્રણ ટુકડા કાપી આપ્યા. ગેચે નાને ટક પોતે લીધો અને પેલાએને કહ્યું, “તેપમાં ઠાંસવા માંડે !”
પેલો મોટો છોકરે એ હુકમને અર્થ ન સમયે, એટલે ગેચે હસતાં હસતાં કહ્યું, “આરોગવા માંડે!”
ત્રણ જણા ચાલતાં ચાલતાં ખાવા લાગ્યા. હવે ઘરોની હાર પૂરી થવા આવી હતી અને દૂર લા ફેર્સ જેને તેનિંગ દરવાજો દેખાવા લાગ્યો. તે વખતે અચાનક પાછળથી કોઈ બોલ્યું, “કેણ, અલ્યા ગેચ કે?”
ગેચે અંધારામાં વેશ બદલેલા મોન્ટપાનેને તરત ઓળખી કાઢયો. મેન્ટ પાર્વેએ તેને જરા એક બાજુ લઈ જઈને પૂછયું, “ જાણે છે, હું ક્યાં જઉં છું?”
હા હા, સ્વર્ગની સીડીએ ૧ !” એ તે છે જ, પણ અત્યારે તો બૅબેટને શોધવા જાઉં છું.” “પણ એ તો સાસરીમાં ર છેને?” ત્યાંથી આજે બપોરના નાસી છૂટયો છે.”
તો પછી ફરી જેલના દરવાજા ભગી શા માટે જાએ છે? એની ખાલી પડેલી જગ્યા પૂરવા માટે ?”
બીજી છેડી જગ્યાએ હજુ ખાલી પાડવી છે! પણ હું અત્યારે કઈ તરફ ચાલો અલ્યા?”
ગોચે પેલાં બે છોકરાં તરફ હાથ કરીને કહ્યું, “હું આ લેકોને સુવાડવા જાઉં છું.”
તેઓ ક્યાં સૂવાનાં છે?” “મારે ઘેર.” “ તારે ઘેર? એ વળી કયાં આવું?” નેપોલિયન બાદશાહના હાથીખાનામાં.”
ઓહો, પેલા હાથીના પૂતળામાં? ત્યાં સૂતાં ફાવે છે?”
"રૂ રૂપાળું ફાવે છે પુલ નીચે ખુલ્લામાં હોઈએ ત્યારે વાગે છે તેવા પવનના ઝપાટા ત્યાં નથી વાગતા.”
૧. ફાંસીને માંચડે. ૨. જેલમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org