________________
છે મિરાલ્ડ મુર્દાબાદ!' એ જ ઘડીએ બ્લૉન્ડોએ કલમ ખડિયામાં બેળી, પિતાની ભૂખરી આંખે ઓરડા ઉપર ફેરવી, અને ત્રીજી વાર બૂમ પાડી : “મેરિયસ પિન્ટમસ !” મેં જવાબ આપ્યો, “હાજર સાહેબ !' એટલે તમારું નામ છેકાનું રહી ગયું.”
મહાશય !–” મેરિયસ બોલવા ગયો. પણ મારું નામ છેકાઈ ગયું,” લેઈગલે ઉમેર્યું. “શી રીતે ?” મેરિયસે પૂછયું.
તદ્દન સહેલી રીતે. કારણ કે, પ્રોફેસર મારા તરફ સ્થિર નજરે જોઈ રહ્યો હતો. તેણે તરત “લ” અક્ષર ઉપાડયો; અને મારું નામ ઉચ્ચાર્યું: લેઈગલ!” મેં જવાબ આપ્યો, “હાજર સાહેબ !” એટલે બ્લોન્ડો વાઘના જેવી મીઠી નજર મારી સામે કરીને જરા હસ્યા અને બેલ્યો, “જો તમે પિન્ટમર્સ છો તે લેઈગલ નથી.’ આમ કહી તેણે ચટ દઈને મારું નામ છેકી નાખ્યું.”
મેરિયસ દુઃખી થઈને બોલી ઊઠ્યો, “મહાશય, મને ઘણી દિલગીરી થાય છે”
પણ મને ઘણો આનંદ થાય છે – ” લેઈગલ હસી પડીને બોલ્યો, હું વકીલ થઈ બેસવાની તૈયારીમાં હતો; પણ આ ભંગાણથી બચી ગયે. હું અદાલતના વિજયોનો ત્યાગ કરું છું! મારે હવે કોઈ વિધવાને બચાવવી પડશે નહિ, તથા કોઈ અનાથ બાળકની મિલકત પડાવી લેવા ઇચ્છનાર માટે દાવો લડ પશે નહિ. હું સાહેબ, આપને વળતો આભાર માનવા માગું છું; આપનું શુભ નિવાસસ્થાન કયાં છે?”
“આ ધોડાગાડીમાં.”
“ભારે તવંગર સ્થિતિની નિશાની કહેવાય. કારણ કે, એનું ભાડું વરસે દહાડે નવ હજાર ક્રાંક થાય !” લેઈગલે શાંતિથી જવાબ આપ્યો.
તે જ ઘડીએ કોરાક હોટેલમાંથી બહાર આવ્યો.
મેરિયસે ખિન્નતાભર્યું હાસ્ય હસીને જવાબ આપ્યો, “હું એ ભાડું બે કલાથી ભરી રહ્યો છું અને થોડા વખતમાં જ એને ત્યાગ કરવા ઈચ્છે છું ! પણ રોજની કહાણીની જેમ, ક્યાં જવું એ હું જાણતો નથી '
મહાશય,” કોર્ફોરાક બોલ્યો, “મારે ત્યાં ચાલો.” પહેલો હક મારો છે,” લેઈગલ બોલ્યો, “પરંતુ મારે ઘર જ નથી.” "બસ, બસ, ચૂપ રહે, લેઈગલ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org